31.4 C
Gujarat
Tuesday, July 8, 2025

અમદાવાદ પોલીસ એક્શનમાં, 31 ડિસેમ્બર પહેલા સેટેલાઇટમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

Share

અમદાવાદ : 31મી ડિસેમ્બરને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે 31મી ડિસેમ્બરની ઉજવણીમાં દારૂની મજા માણવા માટે લોકો થનગની રહ્યા છે. તો સામે રાજ્યના બુટલેગરોએ પણ અવનવા કિમીયા શોધીને દારૂ ઘુસાડવાની શરૂવાત કરી દીધી છે. ત્યારે 31 ડિસેમ્બર નજીક આવતા ગુજરાત પોલીસની સાથે સાથે અમદાવાદ પોલીસ પણ દારૂના ધંધા સાથે સંકળાયેલા લોકો પર બાજ નજર રાખી રહી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ઝોન 7 એલસીબી બાતમી મળી હતી સેટેલાઇટ વિસ્તારમાં રહેતો એક યુવક વિદેશી દારૂનો છૂટક વેચાણ કરી રહ્યો છે. તેના આધારે ઝોન 7 ટીમે આઝાદ સોસાયટી પાસે ન્યૂ અલકનંદા સોસાયટીમાં દરોડા પાડયા હતા. જ્યાં બૂટલેગરે દારૂનો જથ્થો ભરી રાખવા માટે 18 હજારના ભાડે મકાન ભાડે રાખ્યુ હતું. આ મકાન 18 હજારના ભાડે દારૂનો જથ્થો સંતાડવા માટે રાખ્યું હતું. હિમાંશુ તેના નક્કી કરેલા ગ્રાહકોને જ દારૂ વેચતો હતો. પોલીસ રેડમાં ડિલિવરી માટે રાખેલો યુવક ઝડપાયો હતો અને ફરાર બૂટલેગરને શોધવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. રાજસ્થાનથી લવાયેલી મોંઘીદાટ પ્રીમિયમ દારૂની 96 બોટલો કબ્જે લેવાઇ છે. બૂટલેગરોના ચોક્કસ ગ્રાહકો કોણ કોણ હતા તે અંગે તપાસ તેજ કરાઇ છે.

31 ડિસેમ્બર આવતા જ બૂટલેગરો સક્રિય થઇ ગયા છે. પોશ વિસ્તારમાં હોમ ડિલિવરી કરતા બૂટલેગરોએ નજીકની બોર્ડરો પાસેથી દારૂ ખરીદીને સ્ટોક એકત્રિત કરી લીધો છે. કેટલાક બૂટલેગરોએ તો પ્રિઓર્ડર પણ લઇ લીધા છે. આવા બૂટલેગરો પર પોલીસે સકંજો કસ્યો છે. પોલીસે ખાનગી રાહે આવા બૂટલેગરો પર વોચ રાખવાનું શરૂ કર્યું છે તેવામાં ઝોન-7 એલસીબીએ સેટેલાઇટમાં આવેલી એક સોસાયટીમાં રેડ કરી હતી.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles