અમદાવાદ : હાઇકોર્ટની ટકોર બાદ અમદાવાદ શહેર પોલીસ દ્વારા શહેરમાં ચાઈનીઝ દોરીના વેચાણ કે ખરીદી કરનાર તથા કાચની દોરી રંગનાર સામે કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસ દ્વારા તમામ વિસ્તારોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. દિવસમાં ચેકિંગ દરમિયાન પોલીસે ચાઈનીઝ દોરીના 50 થી વઘુ ગુના નોંધવાની સાથે અત્યાર સુધીમાં 100થી વધુ ફરિયાદ નોંધાઇ છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ઉતરાયણમાં ચાઇનીઝ દોરી, ગ્લાસ કોટેડ દોરીના વેચાણને મામલે હાઇકોર્ટ પોલીસને કાર્યવાહી કરવાની સુચના આપ્યા બાદ અમદાવાદ પોલીસે સમગ્ર શહેરમાં વિવિધ ટીમને સક્રિય કરીેને બે દિવસમાં ચાઇનીઝ દોરી મામલે 50 થી વઘુ ગુના નોંધવાની સાથે અત્યાર સુધીમાં 100થી વધુ ફરિયાદ નોંધાઇ છે. આ ઉપરાંત, કાચ વાળી દોરી રંગવાના પણ 25થી વધુ ગુના નોંધાયા છે. ઉતરાયણમાં મોટા પ્રમાણમાં ગેરકાયદે ચાઇનીઝ દોરીના વેચાણ કરતા લોકો વિરૂદ્ધ કાર્યવાહી કરવા તેમજ ગ્લાસ કોટેડ દોરી મામલે ગુજરાત હાઇકોર્ટે આકરૂ વલણ દાખવીને પોલીસને કામગીરી કરવામાં માટે સુચના આપ્યા બાદ અમદાવાદ શહેરના તમામ પોલીસ સ્ટેશનના સ્ટાફ, ક્રાઇમબ્રાંચ અને સાયબર ક્રાઇમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેેમાં અત્યાર સુધીમાં પોલીસે ચાઇનીઝ દોરીના 100થી વધુ ગુના નોંધ્યા છે.
આ પૈકી 50 જેટલા કેસ માત્ર બે દિવસમાં નોંધાયા છે. જ્યારે પાકી અને ગ્લાસ કોટેડ દોરીનાના 25 જેટલા કેસ નોંધ્યા છે. ઉલ્લેખનીય છે કે પોલીસ કમિશનર જી એસ મલિકે પોલીસને માત્ર ચાઇનીઝ અને અન્ય પ્રતિબંધિત દોરીના કેસમાં કાર્યવાહી કરવાની સુચના આપવાની સાથે કોઇ વ્યક્તિ પ્રતિબંધિત દોરી સાથે પતંગ ઉડાડતા જોવા મળે કે બાતમી મળી તો પણ કામગીરી કરવા માટે તાકીદ કરી છે. જે માટે તમામ ઉચ્ચ અધિકારીઓને વિશેષ સુચના આપી છે.