અમદાવાદ : આવતીકાલે એટલે કે 26મી જાન્યુઆરીએ દેશભરમાં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવશે. ગણતંત્ર દિવસ નિમિત્તે વીરતા પુરસ્કારોની પણ જાહેરાત કરવામાં આવી છે. આ વર્ષે 942 જવાનોને શૌર્ય પુરસ્કાર આપવામાં આવશે. આ યાદીમાં અનેક પોલીસ અધિકારીઓ, ફાયર ઓફિસર, હોમગાર્ડ અને સિવિલ ડિફેન્સ સર્વિસના જવાનો અને અધિકારીઓના નામ સામેલ છે.
ગુજરાત પોલીસ વિભાગના 2 પોલીસકર્મીઓને વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ મેડલ અને 9 પોલીસકર્મીઓને પ્રતિષ્ઠિત સેવા મેડલથી સન્માનિત કરાયા છે. આ ઉપરાંત હોમગાર્ડ વિભાગના 6 જવાનોને પ્રતિષ્ઠિત સેવા મેડલથી સન્માનિત કરાયા છે. જેઓના નામ નીચે મુજબ છે.
શૌર્ય પુરસ્કાર (GM)
બ્રજેશ કુમાર ઝા, પોલીસ કમિશનર
દિગ્વિજયસિંહ પથુભા ચુડાસમા, નાયબ અધિક્ષક પોલીસ
શૌર્ય પુરસ્કાર
શૌર્ય પુરસ્કાર (GM) જીવન અને મિલકત બચાવવા અથવા ગુના અટકાવવા અને ગુનેગારોની ધરપકડ કરવામાં દુર્લભ અને નોંધપાત્ર બહાદુરી માટે એનાયત કરવામાં આવે છે, જે જોખમનો અંદાજ સંબંધિત અધિકારીની જવાબદારી અને ફરજોને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે.આ વખતે શૌર્ય પુરસ્કાર વિજેતાઓમાં ઉગ્રવાદથી પ્રભાવિત વિસ્તારોમાં તૈનાત 28, જમ્મુ અને કાશ્મીર ક્ષેત્રમાં તૈનાત 28, ઉત્તરપૂર્વ ક્ષેત્રમાં તૈનાત ત્રણ અને અન્ય પ્રદેશોમાં તૈનાત 36 લોકોને તેમની બહાદુરીભર્યા કાર્ય માટે સન્માનિત કરવામાં આવ્યા છે.
વિશિષ્ટ સેવા માટે રાષ્ટ્રપતિ મેડલ (PSM)
ચિરાગ મોહનભાઈ કોરાડિયા, ઇન્સ્પેક્ટર જનરલ
નિલેશ ભીખાભાઈ જાજડિયા, ઇન્સ્પેક્ટર જનરલ
અશોકકુમાર રામજીભાઈ પાંડોર, નાયબ પોલીસ અધિક્ષક
દેવદાસ ભીખાભાઈ બારડ, આસીસ્ટન્ટ કમાન્ડન્ટ
સુરેન્દ્રસિંહ દિલીપસિંહ યાદવ, કોન્સ્ટેબલ
હિરેનકુમાર બાબુલાલ વરણાવા, આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર
બાબુભાઈ જેઠાભાઈ પટેલ, સબ ઈન્સ્પેક્ટર
મુકેશકુમાર આનંદપ્રકાશ નેગી, હેડ કોન્સ્ટેબલ
હેમાંગકુમાર મહેશકુમાર મોદી, હેડ કોન્સ્ટેબલ
ઉલ્લેખનીય છે કે આ વર્ષે પ્રજાસત્તાક દિવસે 942 જવાનોને મેડલથી સન્માનિત કરવામાં આવશે. પોલીસ, ફાયર, હોમગાર્ડ અને સિવિલ ડિફેન્સ તથા સુધારા સેવાઓના કુલ 942 કર્મચારીઓને વિવિધ કેટેગરીમાં વીરતા અને સેવા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. આ મેડલમાંથી 95 વીરતા મેડલ છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જણાવ્યું છે કે, પુરસ્કાર મેળવનારાઓમાં પોલીસ, ફાયર બ્રિગેડ, હોમગાર્ડ અને સિવિલ ડિફેન્સના કર્મચારીઓ અને સુધારા સેવાઓમાં કામ કરતા કર્મચારીઓ સામેલ છે.