ગાંધીનગર : ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ શરૂ થતાં જ ભક્તોનો મેળો જામી ગયો છે.અહીં ભક્તો ત્રિવેણી સંગમમાં પવિત્ર ડૂબકી લગાવવા આવે છે.ત્યારે હવે PM મોદી બાદ હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાઈ રહેલા કુંભમેળામાં ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર સ્નાન માટે શુક્રવાર તારીખ 7મી ફેબ્રુઆરીએ જશે.
મળતી માહિતી મુજબ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાઈ રહેલા કુંભમેળામાં ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર સ્નાન માટે શુક્રવાર,તા. 7મી ફેબ્રુઆરીએ જશે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિર્ધારિત કાર્યક્રમ અનુસાર, તેઓ આવતીકાલે શુક્રવારે બપોરે 12:30 કલાકે ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર સ્નાન કરશે. આ પૂર્વે તેઓ સવારે 9:30 કલાકે પ્રયાગરાજ પહોંચીને બડે હનુમાનજી મંદિરના દર્શન-પૂજન પણ કરવાના છે.આ ઉપરાંત મુખ્યમંત્રી પ્રયાગરાજના પ્રવાસ દરમિયાન ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા પ્રયાગરાજમાં ઊભા કરવામાં આવેલા ગુજરાત પેવેલિયનની મુલાકાત કરશે અને સાંજે ગાંધીનગર પરત આવશે.
મહાકુંભ 13 જાન્યુઆરી, 2025ના રોજ પ્રયાગરાજમાં શરૂ થયો હતો અને26 ફેબ્રુઆરી, 2025 ના રોજ સમાપ્ત થશે. અત્યાર સુધીમાં, કરોડો ભક્તોએ આ મેળામાં પવિત્ર ડૂબકી લગાવી છે, જે 2 મહિનાથી વધુ સમયથી ચાલી રહ્યો છે અને આગામી દિવસોમાં વધુ ભક્તો આવવાની અપેક્ષા છે. તેથી, જો તમે હજુ સુધી મહાકુંભમાં ગયા નથી, તો બાકીના દિવસોમાં તમે મહાકુંભ ટ્રેન દ્વારા જઈ શકો છો.