31.4 C
Gujarat
Friday, August 1, 2025

મેટ્રોના મુસાફરોને મળશે મોટી રાહત, અમદાવાદ-ગાંધીનગર વચ્ચે ટ્રેનની ફ્રિકવન્સી વધારાઈ

Share

અમદાવાદ : અમદાવાદ અને ગાંધીનગરમાં પરિવહન સેવા પૂરી પાડતી મેટ્રોના મુસાફરો માટે મોટા સમાચાર પ્રકાશમાં આવ્યા છે. જેના પગલે મેટ્રોના મુસાફરીની સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે. જેમાં હાલમાં જ શરૂ કરવામાં આવેલી અમદાવાદ ગાંધીનગર મેટ્રો સેવાની ટ્રેનની સંખ્યામાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના પગલે મુસાફરોને ઝડપથી મેટ્રો મળી શકશે.

GMRC એ આજે ​​એક અખબારી યાદી દ્વારા મુસાફરોને માહિતી આપી હતી કે , હવેથી મોટેરા સ્ટેડિયમ અને ગાંધીનગર સેક્ટર 1થી GIFT સિટી સુધી જવા માટે મેટ્રો ટ્રેન મુસાફરોને બદલવી નહીં પડે. મોટેરા સ્ટેડિયમ અને સેક્ટર-1થી GIFT સિટી સુધી જવા માટે સીધી મેટ્રો સેવા શરૂ કરવામાં આવશે. જેના કારણે મુસાફરોને મોટી રાહત મળશે અને મુસાફરોનો સમય પણ બચી જશે અને દરરોજ મેટ્રોમાં મુસાફરી કરનારા લોકોને મોટા અંશે રાહત મળશે.

GMRCએ વધુમાં જણાવ્યું હતું કે મુસાફરોને હવે ગાંધીનગરના સેક્ટર-1 અને GIFT સિટીની મુસાફરી માટે મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશન અથવા GNLU પર મેટ્રો ટ્રેન બદલવાની જરૂર રહેશે નહીં. વધુમાં, PDEU ખાતે સ્ટોપ સાથે, GNLU સ્ટેશન અને GIFT સિટી ઑફિસ વચ્ચે દર 30 મિનિટે બસ સેવાઓ ઉપલબ્ધ થશે.

ગાંધીનગરથી છેલ્લી મેટ્રો ટ્રેન સેક્ટર-1 મેટ્રો સ્ટેશનથી 19.21 વાગ્યે ઉપડશે.15 ફેબ્રુઆરી, 2025 થી શરૂ કરીને, નીચે આપેલા સમયપત્રક મુજબ ટ્રાયલ ધોરણે APMC થી સેક્ટર-1 અને GIFT સિટી સુધી ટ્રેનો સીધી દોડશે.

ઉલ્લેખનીય છે કે અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે શરૂ કરવામાં આવેલી સેવાનો અનેક મુસાફરો લાભ લઈ રહ્યા છે. અત્યાર સુધીમાં લાખો મુસાફરોએ મેટ્રો ટ્રેનમાં સવારી કરી છે તો બીજી તરફ તંત્રને પણ મેટ્રોથી કમાણીમાં લાભ થઈ રહ્યો છે અને લાખો રૂપિયાની આવક સરકારે પણ મેટ્રો દ્વારા કરી છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles