અમદાવાદ : અમદાવાદ પોલીસમાં માર નહી મારવા અને સુખ સુવિધા આપવા માટે રૃપિયાની માગંણી કરવામાં આવી રહી છે માધુપુરામાં પોલીસ સ્ટેશનમાં નોકરી કરતા કોન્સ્ટેબલે ફરિયાદીને માર નહી મારવા તથા લોક અપમાં નહી પુરવા અને જામીન આપવા માટ રૃા.35000ની માંગણી કરી હતી.એસીબીએ ગુનો નોંધી તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદના માધુપુરા વિસ્તારમાં પારિવારિક ઝઘડાની બાબતે એકબીજા સામે અરજી થઈ હતી. જે સંદર્ભે આ અરજીની તપાસ માધુપુરા પોલીસ સ્ટેશન હેઠળ આવતી ઈદગાહ પોલીસ ચોકીમાં ચાલી રહી હતી. આ તપાસ સાથે જોડાયેલા જગદીશભાઈ વાળા પોલીસ કોન્સ્ટેબલ એક વ્યક્તિને ફોન કરીને કહે છે કે, જો આ કેસમાં તને ધરપકડ કરીને લોકઅપમાં ના પુરુ અને પાસપોર્ટ જમા ના કરાવો હોય તો તે માટે 30 થી 35 હજાર રૂપિયા આપવા પડશે. આ વાતચીતનું રેકોર્ડિંગ તે વ્યક્તિએ એન્ટીકરપ્શન બ્યુરોને આપી દીધું હતું અને આ સમગ્ર રેકોર્ડિંગની તપાસ બાદ જગદીશ વાળા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
ACB એ માધુપુરા પોલીસ સ્ટેશનમાં નોકરી કરતા અને ગાયકવાડ હવેલી પોલીસ લાઇનમાં રહેતા કોન્સ્ટેબલ જગદીશભાઇ સામે ફરિયાદ નોધી છે કે ફરિયાદી અને સાસરીપક્ષના લોકો સાથે તકરાર થઇ હતી અને મારા મારી થઇ હતી. કોન્સ્ટેબલે ફરિયાદીની ધરપકડ કર્યા બાદ તેને માર નહી મારવા તથા લોક અપમાં નહી પુરવા અને જામીન આપવા માટ રૃા.35000ની માંગણી કરી હતી.ACB એ ગુનો નોંધી તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.