અમદાવાદ : ક્રિકેટ કાર્નિવલ આઈપીએલ 2025ની આજથી શરૂઆત થશે. આજે પ્રથમ મુકાબલો કોલકાતા અને બેંગલુરુ વચ્ચે ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં સાંજે 7.30 વાગ્યે રમાશે. આઈપીએલની 18મી સીઝનની શરૂઆત પહેલા ભવ્ય ઓપનિંગ સેરેમેની યોજાશે. જેમાં અનેક સ્ટાર્સ પરફોર્મ કરશે અને લોકોનું મનોરંજન કરશે. ગત રાત્રે શાહરૂખ ખાન કોલકાતા એરપોર્ટ આવ્યો હતો. તેને જોતાં જ ફેંસે ઘેરી લીધો હતો.
આઈપીએલ ઉદ્ઘાટન સમારંભ સાંજે છ વાગે શરૂ થશે અને આશરે 35 મિનિટ સુધી ચાલશે. સાંજે 7.30 કલાકથી મેચ શરૂ થશે. 10 ટીમો 65 દિવસ સુધી દેશના 13 શહેરોમાં કુલ 74 મેચ રમશે. ફાઈનલ ઈડન ગાર્ડન્સમાં 25 મે ના રોજ યોજાશે.આ વખતે 10 ટીમ 13 શહેરોમાં પોતાની મેચ રમશે. 7 ટીમ પાસે એક-એક હોમ ગ્રાઉન્ડ છે, જ્યારે 3 ટીમે બીજું હોમ ગ્રાઉન્ડ પણ પસંદ કર્યું છે. 7 મેચ 3 બીજી પસંદગીના સ્થળોએ રમાશે.
ઓપનિંગ સેરેમનીપહેલા કોલકાતાથી એક માઠા સમાચાર સામે આવ્યા છે. આ સીઝનની પહેલી મેચ સંપૂર્ણ રીતે રદ થવાનું જોખમ છે. હવામાન વિભાગે ઑરેન્જ ઍલર્ટ જારી કર્યું છે. ભારતીય હવામાન વિભાગે રવિવાર સુધી દક્ષિણ બંગાળમાં વાવાઝોડું અને વરસાદની આગાહી કરી છે. આઇપીએલ 2025ની મેચના પહેલા દિવસે 22 માર્ચ માટે ઑરેન્જ ઍલર્ટ જારી કરવામાં આવ્યું છે જ્યારે રવિવાર માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
આજથી IPLનો મહા મુકાબલો શરૂ થવાનો છે ત્યારે ક્રિકેટ ચાહકો માટે જાણે ઉત્સવનો દિવસ આવી ગયો છે તેવું લાગી રહ્યું છે ત્યારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કેટલી મેચ રમાશે તે ચોક્કસ તમને સવાલ થતો હશે, આવો જાણીએ આપણા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કેટલી મેચ રમાશે…
25 માર્ચ ના દિવસે ગુજરાત ટાઇટન્સ Vs પંજાબ કિંગ્સની સાંજે 7:30 કલાકે મેચ રમાશે…
29 માર્ચ ના દિવસે ગુજરાત ટાઇટન્સ Vs મુંબઈ ઇન્ડિયનસ વચ્ચે સાંજે 7:30 કલાકે મુકાબલો થશે…
9 એપ્રિલ ના રોજ ગુજરાત ટાઇટન્સ Vs રાજસ્થાન રોયલ્સ વચ્ચે સાંજે 7:00 કલાકે મુકાબલો થશે…
19 એપ્રિલ ના રોજ ગુજરાત ટાઇટન્સ Vs દિલ્હી કેપિટલ્સ બપોરે 3:30 કલાકે મેચ રમાશે…
2 મે ના રોજ ગુજરાત ટાઇટન્સ Vs સનરાઈઝ હૈદરાબાદ સાંજે 7:30 કલાકે મેચ રમાશે…
14 મે ના રોજ ગુજરાત ટાઇટન્સ Vs લખનઉ સુપર જાયન્ટ્સ સાંજે 7:30 કલાકે મુકાબલો…
18 મે ના રોજ ગુજરાત ટાઇટન્સ Vs ચેન્નાઇ સુપર કિંગ્સ બપોરે 3:30 કલાકે મેચ રમાશે…