અમદાવાદ : શહેરની પબ્લિક ટ્રાન્સપોર્ટે મોટી જાહેરાત કરી છે. અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ એટલે કે AMTSએ મોટી જાહેરાત કરી છે. AMTSએ માતા-પિતા વગરના નિ:સહાય બાળકોને ફ્રી પાસ આપવામાં આવશે. વિદ્યાર્થીનીઓ, વિધવા બહેનો માટે ખાસ ડિસ્કાઉન્ટની જાહેરાત કરી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ એટલે કે AMTS દ્વારા મહિલાઓ અને વિદ્યાર્થીઓને ટિકિટ દરમાં રાહત આપવા અંગે અંગે મળેલી કમિટીમાં મહત્વના નિર્ણયો કરવામાં આવ્યા છે. AMTS કમિટીના ચેરમેન ધરમસિંહ દેસાઈએ જણાવ્યું હતું કે, ધો.10 બાદ અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને 12 ધોરણ સુધી ટિકિટ દરમાં 85 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. જ્યારે માતા-પિતા વગરના નિ:સહાય બાળકોને ફ્રી પાસ આપવામાં આવશે. અમદાવાદમાં રહેતા વિધવા બહેનોને ટિકિટ દરમાં 50 ટકા રાહત આપવામાં આવશે.
માતા-પિતા વગરના બાળકોને ફ્રી પાસનું વિતરણ કરવામાં આવશે. અમદાવાદમાં રહેતી વિધવા બહેનોને ટિકિટ દરમાં ખાસ 50% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.