અમદાવાદ : અમદાવાદના બાપુનગર અને રખિયાલ વિસ્તારમાં ચાર મહિના અગાઉ તારીખ 18 ડિસેમ્બરે બુધવારે રાતે અસામાજિક તત્વોએ જાહેરમાં હથિયાર લઈને આતંક મચાવ્યો હતો. એટલું જ નહીં પોલીસને પણ હથિયાર બતાવી ડરાવી ગાડીમાં બેસાડી દીધા હતા. આ ગુનામાં 4 આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી ત્યારે મુખ્ય આરોપી મોહમદ સરવર ઉર્ફે કડવાની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આરોપીની ધરપકડ કરીને બાપુનગર પોલીસને સોંપવામાં આવ્યો હતો.જેનો આજે પોલીસે બનાવની જગ્યાએ જ વરઘોડો કાઢવામાં આવ્યો હતો.
આરોપીએ જે જગ્યાએ પોલીસ સાથે તકરાર કરી હથિયાર બતાવ્યા હતા તે જ જગ્યાએ પોલીસે આરોપીને હાથમાં હથકડી પહેરાવી લઈ ગઈ હતી અને પોલીસ બંદોબસ્ત વચ્ચે આરોપીને સાથે રાખી રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત આરોપીને સ્થળ પર જ પોલીસે ઉઠક બેઠક કરાવી હતી.ઉલ્લેખનીય છે કે, મુખ્ય આરોપી મોહમદ સરવર ઉર્ફે કડવો વિરૂદ્ધ અલગ અલગ 22 જેટલા ગુના નોંધાયેલા છે. આરોપી વિરૂદ્ધ અલગ અલગ 22 જેટલા ગુના નોંધાયેલા છે. આરોપી રાયોટિંગ, ગુજસીટોક સહિના ગુનામાં ફરાર હતો.
18 ડિસેમ્બર 2024 બધુવારની રાત્રે બાપુનગર અને રખિયાલ વિસ્તારમાં અસામાજિત તત્વોએ આતંક મચાવ્યો હતો. પોલીસની હાજરી હોવા છતાં અસામાજિત તત્વોએ જાહેરમાં હથિયાર સાથે તોફાન કર્યું હતું. એટલું જ નહીં પોલીસની ગાડી પાસે ઉભેલા પોલીસકર્મીને પણ હથિયાર બતાવી જબરજસ્તી ગાડીમાં બેસાડી રવાના થઈ જવા કહ્યું હતું. આ અંગેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. આરોપીઓએ રખિયાલ વિસ્તારથી આતંક શરૂ કર્યો હતો જે બાપુનગર સુધી ચાલ્યો હતો.