અમદાવાદ : અમદાવાદના એસજી હાઇવે પર મકરબા SP ઓફિસની સામે આવેલા અંદાજ પાર્ટી પ્લોટમાં આગ લાગવાની ઘટના બની છે. ફાયર બ્રિગેડની ચાર ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે રવાના કરવામાં આવી છે. ડેકોરેશનનો સામાન જેમાં કપડાં, લાકડા, અલગ અલગ સામાન સહિતની ચીજ વસ્તુઓમાં આગ લાગી છે. આગના દ્રશ્યો અને ધુમાડા એસજી હાઇવે પરથી દૂર દૂર સુધી દેખાયા હતા. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાના પ્રયાસ શરૂ કરવામાં આવ્યા છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, એસ.જી હાઇવે પર અંદાજ પાર્ટી પ્લોટમાં ડેકોરેશનના સામાનમાં ભીષણ આગ લાગવા અંગેનો મેસેજ મળતાની સાથે ફાયર બ્રિગેડની ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે રવાના કરવામાં આવી હતી. પ્રહલાદનગર ફાયર સ્ટેશનની પાંચથી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગ કાબુમાં લેવાના પ્રયાસ શરૂ કર્યા છે.આગની ઘટના બનતા જ પોલીસ અને એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. હાલ, આગ બુઝાવવાની કામગીરી ચાલી રહી છે. દુર દુર સુધી ધુમાડા અને આગની જ્વાળાઓ જોવા મળી રહી છે.