અમદાવાદ: અમદાવાદની લાઈફલાઈન ગણાતી એવી ગુજરાત મેટ્રો રેલની વસ્ત્રાલથી થલતેજ તરફના રૂટની સેવા ટેક્નિકલ ફોલ્ટ સર્જાવવાના કારણે બંધ કરવામાં આવી છે.મેટ્રો ટ્રેનમાં ખામી આવવાને કારણે મુસાફરો અટવાયા છે. વસ્ત્રાલથી ઉપડતી અને થલતેજ રૂટની મેટ્રો રેલ સેવા ટેકનિકલ ખામીના કારણે અધવચ્ચે બંધ થઈ ગઈ છે. જ્યારે ન્યુ કોટન મિલથી વસ્ત્રાલનો રૂટ હાલ શરૂ છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદમાં વસ્ત્રાલથી થલતેજ વચ્ચેનાં રૂટ પર ટેક્નિકલ ખામી સર્જાવાનાં કારણે શહેરની મેટ્રો સેવા બંધ કરાઈ છે. માહિતી મુજબ આ રૂટ સવારથી બંધ કરવામાં આવ્યો છે. પૂર્વ વિસ્તારમાંથી પશ્ચિમ વિસ્તારમાં નોકરીએ જનારા લોકોને મેટ્રો ટ્રેનમાં જવાના બદલે બસ અથવા રીક્ષામાં ખાનગી વાહનો કરી અને જવાનો વારો આવ્યો હતો.ટેક્નિકલ ખામીનાં લીધે થલતેજ ગામ તરફ મુસાફરો જઈ શકશે નહીં.
મેટ્રો ટ્રેન બંધ થવાના કારણે વસ્ત્રાલથી થલતેજ એસજી હાઇવે અને શહેરના કોટ વિસ્તારમાં નોકરી ધંધે જવા વાળા લોકો સવારથી હેરાન થયા હતા. નિયમિત મેટ્રો ટ્રેનથી આવનજાવન કરતા અનેક મુસાફરોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.મુસાફરોને તકલીફ ન પડે તે માટે સત્તાવાળાઓએ મેગાફોન માઈકથી જાહેરાત કરી રહ્યા છે.