અમદાવાદ : અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં આવેલી લાયોનેસ કર્ણાવતી એમ.એચ. હિન્દી હાયર સેકન્ડરી સ્કૂલમાં ખાતે પર્યાવરણ જાગૃતિ માટે વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિજ્ઞાન પ્રદર્શનમાં મુખ્ય મહેમાન તરીકે નવાવાડજ વોર્ડના કોર્પોરેટર વિજયભાઈ પંચાલ હાજર રહી બાળકોમાં ઉત્સાહ વધાર્યો.
પ્રાપ્ત વિગતો મુજબ, શહેરના નવા વાડજ વિસ્તારમાં વિજ્ઞાનને લઈને અવનવી પ્રવુતિઓમાં જાણીતી લાયોનેસ કર્ણાવતી એમ.એચ. હિન્દી હાયર સેકન્ડરી સ્કૂલ દ્વારા પર્યાવરણ જાગૃતિ માટે અનોખું વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિજ્ઞાન પ્રદર્શનમાં વિદ્યાર્થીઓએ વિવિધ કૃતિઓ અને મોડલ્સ દ્વારા પર્યાવરણની જાળવણી વિષે જાગૃતિ ફેલાવી. આ પ્રસંગે શાળાના સાયન્સ ટીચર પ્રવિણાબેન સોલંકીએ જણાવ્યું કે, વિદ્યાર્થીઓ કાલના જવાબદાર નાગરિક બનશે અને શાળાથીજ તેમને પર્યાવરણ સંરક્ષણની સમજણ આપવી જરૂરી છે. જે તેમનું ઉજ્જવળ ભવિષ્ય હશે.આ વિજ્ઞાન પ્રદર્શન 4R- રિડ્યૂઝ, રિયુઝ, રિફ્યુઝ અને રિસાયકલ પર આધારિત રહ્યો.
ત્યારે આ કાર્યક્રમમાં ખાસ નવા વાડજ વોર્ડના કોર્પોરેટર વિજયભાઈ પંચાલ ઉપસ્થિત રહ્યા.તેઓએ વિદ્યાર્થીઓના પ્રયાસોની પ્રશંસા કરતા જણાવ્યું કે, આવા શૈક્ષણિક અને સંવેદનશીલ કાર્યક્રમો અમદાવાદને સ્વચ્છ શહેર બનાવવાનું સપનું દર વરસ પૂરું કરશે.ત્યારે શાળાના આચાર્ય દીપકભાઈ પટેલે પણ વિદ્યાર્થીઓના ઉત્સાહ અને સર્જનશીલતાની પ્રશંસા કરી. શાળાના તમામ સ્ટાફે કાર્યક્રમને સફળ બનાવ્યો.