અમદાવાદ : શહેરના માર્ગો પર હેલ્મેટ પહેર્યા વગર બેફામ ઝડપે દોડી રહેલા વાહન ચાલકોને તેમના જ સંતાનો હેલ્મેટ પહેરવા ફરજ પાડશે. એક નઈ સોચ કાર્યક્રમ અંતર્ગત સંયુક્ત પોલિસ કમિશનર એન. એન. ચૌધરીએ વિધાર્થીઓના ટુવ્હીલર્સ પર આઈ લવ હેલ્મેટ, આઈ લવ માય ફેમિલીના સ્ટિકર લગાવી સ્ટીકર કેમ્પેઇનનો પ્રારંભ કરાવ્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ, શહેરના નવા નરોડા રોડ પર આવેલી એસ એમ શિક્ષણ સંકુલ ખાતે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ અને સતર્કતા ગ્રુપ દ્વારા આયોજીત એક નઈ સોચ કાર્યક્રમમાં ઉપસ્થિત સંયુક્ત પોલિસ કમિશનર એન એન ચૌધરીએ બાળકોને સરળ ભાષામાં સંબોધન કરતાં કહ્યું હતું કે બેફામ ઝડપે દોડી રહેલા, હેલ્મેટ પહેર્યા વગર વાહન ચલાવતા અને ટ્રાફિક નિયમ કાયદાનો ભંગ કરનાર વાહન ચાલકો સામે ટ્રાફિક પોલીસ કાર્યવાહી કરે છે કારણકે નાગરીકો સલામત અને સુરક્ષિત રહી શકે. સરકારે હેલ્મેટ નો કાયદો બનાવ્યો છે કારણકે અકસ્માત થાયતો માથાનું રક્ષણ થાય અને જીવ બચી જાય. દરેક ચાર રસ્તા પર ટ્રાફિક સિગ્નલ બનાવ્યા છે, જ્યાં રેડ લાઈવ થાય તો ઉભા રહીએ.
નવા નરોડા રોડ ખાતેની એસ એમ શિક્ષણ સંકુલ ખાતે આયોજીત એક નઈ સોચ કાર્યક્રમમાં પધારેલા જેસીપી એન એન ચૌધરી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓનું શાળાની વિધાર્થિનીઓ દ્વારા પુષ્પ વર્ષા કરીને સ્વાગત કર્યું હતું. એસ એમ શિક્ષણ સંકુલના સ્થાપક બી એસ યાદવે બુકે અને મોમેન્ટો આપી જેસીપી એન એન ચૌધરી, ડીસીપી બલદેવસિંહજી , એસીપી એસ જે મોદી અને એસીપી ડી એસ પુનડીયાનું ઉમળકાભેર સન્માન કર્યું હતું.આ પ્રસંગે બાળકોએ શિસ્તબદ્ધ રીતે ઉભા રહી ટ્રાફિક નિયમનું માતાપિતા પાસે પાલન કરાવવાની પ્રતિજ્ઞા લીધી હતી. એસીપી એસ જે મોદીએ પ્રતિજ્ઞા લેવડાવી હતી. બાળકો પણ ટ્રાફિક નિયમનું પાલન કરાવવા વચનબદ્ધ બન્યા હતા.
ભારતની ભાવી પેઢી શિસ્તબદ્ધ અને સંયમી બને, કાયદાનું પાલન કરે તથા સલામત, સુરક્ષિત, સાવધાન અને સતર્ક બને તે માટે એક નઈ સોચ પ્રોજેક્ટ મહત્વપૂર્ણ અભિયાન છે. શાળાઓમાં ભણતા બાળકોમાં ટ્રાફિકના નિયમોની સમજ કેળવાય અને તે બાળકો તેમના માતાપિતાને હેલ્મેટ પહેરવા અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા ફરજ પાડશે. ટ્રાફિક વિભાગના ડીસીપી બલદેવસિંહજી એ તેના વક્તવ્યમાં કહ્યું હતું કે બલદેવસિંહજીએ બાળકોને ટ્રાફિકના નિયમો બાળકો શિખશે તો તે બાળકો પરિવારજનો અને સગાસંબંધીઓને ટ્રાફિક નિયમોનું પાલન કરાવશે.બાળકોને શિખામણ આપી હતી કે તમે નાગરીકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરાવજો.
એક નઈ સોચ કાર્યક્રમના સ્પોન્શર બી એસ યાદવે બાળકોને કહ્યું હતું કે તમે ટ્રાફિક નિયમોને શીખી લેજો, ટ્રાફિક નિયમો માતાપિતા ને જણાવો, જે વાલીઓ તેમના સંતાનોને શાળાએ લેવા મૂકવા હેલ્મેટ પહેર્યા વગર આવશે તેવા વાલીઓને સ્કુલ પનીશમેન્ટ કરશે. એક નઈ સોચ કાર્યક્રમ એ સામાન્ય કાર્યક્રમ નથી, એક મોટું પ્રેરણાદાયી અભિયાન છે.જે કાર્યક્રમ આયોજીત કરનાર અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ અને સતર્કતા ગ્રુપની ટીમને ખુબ ધન્યવાદ પાઠવું છું.
શાળાના વિદ્યાર્થીઓના એક્ટીવા અને બાઈક પર આઈ લવ હેલ્મેટ આઈ લવ માય ફેમીલી લખેલા સ્ટિકર લગાવીને સ્ટિકર અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો. શાળાના શિક્ષક-શિક્ષિકાઓ વાલીઓના ટુવ્હીલર પર સ્ટિકર લગાવી હેલ્મેટ અભિયાનને સફળ બનાવશે. અમદાવાદ શહેર ટ્રાફિક પોલિસના જી ડીવીઝનના ઈન્ચાર્જ પીએસઆઈ એસ જે બલાત અને ટીમ દ્વારા બાળકોને પૌષ્ટીક નાસ્તા સાથે ટ્રાફિક નિયમનના પેમ્ફલેટ્સનું વિતરણ કરાયું હતું.