Saturday, September 13, 2025

નવરાત્રિ ગાઈડલાઈન : ફાયર, પોલીસ અને અન્ય વિભાગનું NOC ફરજિયાત, જાણો સંપૂર્ણ ગાઈડલાઈન

Share

Share

અમદાવાદ : નવરાત્રિના તહેવારને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરના આયોજકો માટે ફાયર સેફ્ટી અંગેની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) જાહેર કરવામાં આવી છે. આ નવા નિયમો અનુસાર, કોઈપણ આયોજકે નવરાત્રિનું આયોજન કરતાં પહેલાં ફરજિયાતપણે ફાયર સેફ્ટીનું સર્ટિફિકેટ મેળવવું પડશે. આ નિર્ણય લોકોની સલામતી સુનિશ્ચિત કરવાના હેતુથી લેવામાં આવ્યો છે.આયોજકોએ ઓનલાઈન અરજી કરીને નિર્ધારિત દસ્તાવેજો જમાલપુર ફાયર સ્ટેશન ખાતે રજૂ કરવાના રહેશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, નવી માર્ગદર્શિકા મુજબ, આયોજકોએ ફાયર સેફ્ટી સર્ટિફિકેટ મેળવવા માટે ઓનલાઈન (https://fscop.gujfiresafetycop.in/ ની વેબસાઈટ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. અરજી કર્યા બાદ, ઇવેન્ટ શરુ થવાના ત્રણ દિવસ પહેલાં તેની હાર્ડ કોપી જમાલપુર ફાયર સ્ટેશન ખાતે જમા કરાવવી પડશે. આ પ્રક્રિયાનું પાલન ન કરનાર આયોજકોને મંજૂરી આપવામાં આવશે નહીં.

ક્યાં ક્યાં નિયમો પાળવાના રહેશે

  1. નવરાત્રિ આયોજક દ્વારા કોઇપણ મંડપ, પંડાલ કે ટ્રેમ્પી સ્ટ્રક્ચરનું સ્ટેજ બનાવે ત્યારે સ્કૂલ, હોસ્પિટલ, જ્વલનશીલ પદાર્થના ગોડાઉન ઈત્યાદીથી દૂર નિર્માણ કરવાનું રહેશે. આ માટે મંડપમાં ફાયરના વાહનો આવી શકે તે મુજબ રોડ, રસ્તા ખુલ્લા રાખવાના રહેશે તથા અવરોધક વસ્તુઓ દૂર કરવાની રહેશે.
  2. પંડાલની કેપેસીટી મુજબના વ્યક્તિઓને પ્રવેશ આપવાનો રહેશે. વ્યક્તિદીઠ ઓછામાં ઓછી 1 સ્કવે.મી. જગ્યા રહે તે મુજબ પ્રવેશ આપવાનો રહેશે.
  3. નવરાત્રિના પંડાલમાં ફિક્સ પાર્ટીશન કરવાનું રહેશે નહિં, ઈમરજન્સીના સમયે વ્યક્તિઓ સહેલાઈથી ઈમરજન્સી એક્ઝીટ તરફ જઈ શકે તે મુજબ રસ્તા ખુલ્લા રાખવાના રહેશે.
  4. નવરાત્રિ આયોજક દ્વારા ઓછામાં ઓછા બે EMERGENCY EXIT રાખવાના રહેશે, જે પરસ્પર વિરુદ્ધ દિશામાં હોવા જોઈએ. ગેટની સામેના ભાગે 5 મીટર ખુલ્લું હોય તે મુજબનું રાખવાનું રહેશે.
  5. નવરાત્રિ આયોજક દ્વારા સીટીંગ વ્યવસ્થાથી બહાર નીકળવાનો રસ્તો 15 મીટરથી વધારે ન હોવું જોઈએ.
  6. નવરાત્રિ આયોજક દ્વારા કરવામાં આવેલા સીટીંગ વ્યવસ્થામાં સીટની 10 રો અને 10 બેઠક પછી પેસેજ આપવામાં આવેલો હોવો જોઈએ. જેની પહોળાઈ ઓછામાં ઓછી 1.5 મીટર હોવી જોઈએ.
  7. નવરાત્રિ આયોજક દ્વારા કોઇપણ મંડપ કોઇપણ પ્રકારની ભઠ્ઠી, ઇલેક્ટ્રિક સબ સ્ટેશન, ઈલેક્ટ્રિક ટ્રાન્સફોર્મર, ઇલેક્ટ્રિક હાઈટેન્શનલાઈન કે રેલવે લાઈન દૂર કરવાના રહેશે. બે સ્ટ્રક્ચર વચ્ચે 2 મીટરથી ઓછુ અંતર હોવું જોઈ નહિં.
  8. સંચાલકો દ્વારા ધાર્મિક હેતુ માટે કરવામાં આવતા હવન, નાના હવનકુંડનો ઉપયોગ કરવામાં આવે ત્યારે પુરતી ફાયર સેફટીની સુવિધા ઉપલબ્ધ કરવાની તથા આવી જગ્યાની છત ઉપર સી.આઈ/જી.આઈ શીટ 6 સે.મી. કરતા ઓછી ન હોય તે મુજબની રાખવાની રહેશે.
  9. સંચાલકો દ્વારા મંડપમાં આવતી જનમેદનીને સૂચના આપવા અચૂક પબ્લિક એડ્રેસ સીસ્ટમ રાખવાની રહેશે.
  10. આયોજક દ્વારા કોઈપણ સ્ટ્રક્ચરની અંદર કોઈપણ પ્રકારના સ્ટોલ બનાવવાના રહેશે નહિ તથા આ સ્ટ્રક્ચરના સ્ટેજની નજીક કે સ્ટેજના નીચેના ભાગમાં આગ લાગી શકે તેવા કોઇપણ પ્રકારના ધન કે પ્રવાહી પદાર્થનો સંગ્રહ કરવાનો રહેશે નહિં.
  11. નવરાત્રિ આયોજક દ્વારા પંડાલમાં દૈનિક કેટલા વ્યક્તિઓ/દર્શકો/ખેલૈયાઓ પ્રવેશે છે તેનો સંપૂર્ણ દસ્તાવેજી રેકોર્ડ રાખવાનો રહેશે.
  12. આયોજકો દ્વારા ડીઝલ જનરેટર સ્ટેજ અને અન્ય પંડાલથી દૂરના અંતરે રાખવાનું રહેશે.
  13. સંચાલકો દ્વારા મંડપમાં માતાજીની મૂર્તિ પાસે રાખવામાં આવતા દિવા નીચે રેતી નોબેઝ અચૂક રાખવાના રહેશે અને મંડપના સંચાલન અર્થે ઓછામાં ઓછા એક સ્વયંમસેવક રાઉન્ડ ધ કલોક ઉપલબ્ધ રાખવાના રહેશે.
  14. સંચાલકો દ્વારા આવા પંડાલમાં કે પંડાલની બહાર ફાયર ક્રેકર્સ કે રસોઈ બનાવાની સામગ્રી, LPG ગેસ સીલીન્ડર તેમજ ધૂમ્રપાનના સાધનો કે આગ લાગી શકે તેવા કોઈ પદાર્થ કે જ્યોત ઈત્યાદી રાખવાની રહેશે નહિ.
  15. આયોજકો દ્વારા મંડપમાં કરાવવામાં આવતા ઇલેક્ટ્રિક વાયરીંગ પ્રવર્તમાન વીજળી અધિનિયમ મુજબના કરાવવાના રહેશે તથા મંડપમાં કરવામાં આવેલ તમામ ઇલેક્ટ્રિક વાયરીંગ અંગે ગવર્મેન્ટ એપ્રુવડ ઇલેક્ટ્રિક ઈજનેર પાસે ચકાસણી કરાવવાની રહેશે. ઇલેક્ટ્રિક વીજ ઉપકરણોનું ઈંસ્ટોલેશન IS-1646-1982 મુજબ કરવાનું રહેશે.
  16. પંડાલમાં કરવામાં આવનાર વાયરીંગ પીવીસી આવરણવાળા, કંડક્ટર અથવા ટફ રબર વલ્કેનાઈઝેશન કરેલા હોવા જોઈએ. વાયરીંગના તમામ જોઈન્ટ પોર્સેલેઇન ઇન્સ્યુલેટેડ કનેક્ટર્સથી કરવાના રહેશે.
  17. આયોજકો દ્વારા ઇલેક્ટ્રિકનું મુખ્ય સ્વીચ બોર્ડ એ.સી. અથવા જી.આઈ. માં બનાવવામાં આવેલ હોવું જોઈએ તથા આવા હંગામી મંડપથી દૂરના અંતરે ઇલેક્ટ્રિક જંક્શન બોર્ડ પાઇલોટીંગ લાઈટ સાથે ઉપલબ્ધ કરાવવાના રહેશે.
  18. સંચાલકો દ્વારા કોઇપણ પ્રકારના ઇલેક્ટ્રિક લાઈટીંગ, બલ્બ કે ટ્યુબ લાઈટ કે તેના કોઈ પાર્ટ્સ મંડપના કોઈ ભાગ કે સુશોભન અથવા સળગી ઉઠે તેવી જવલંનશીલ સામગ્રીથી ઓછામાં ઓછા 15 સે.મી. દૂર રાખવાના રહેશે.
  19. loT (Internet of Things) બેઝ ઈલેક્ટ્રિકલ સીસ્ટમ ઇકવ્યુંમેન્ટ હોવું અને કનેક્શન કરવું ફરજિયાત છે
  20. નવરાત્રિ આયોજક દ્વારા સ્ટ્રક્ચરની અંદર તથા બહાર સરળતાથી વાંચી શકાય તે મુજબ અચૂક ઓટો ગ્લોવ મટીરીયલમાં સાઈન લગાવવા – NO SMOKING ZONE, EXIT, EMERGENCY EXIT
  21. આયોજક દ્વારા કોઈપણ છઝ, મંડપ, પંડાલ કે તેના ટેમ્પરરી સ્ટ્રક્ચર બનાવવામાં આવેતો તેના પડદા અને કાર્પેટનેફાયર રીટાઈન્ડન્ટ પેઈન્ટ કરાવવા વધુમાં જમીન ઉપર બીછાવવા, જોગ કાર્પેટ પણ આગ અકસ્માતથી સુરક્ષિત રહે તે મુજબ રાખવાના રહેશે.
  22. સંચાલકો દ્વારા આવા પંડાલમાં કે પંડાલની બહાર સળગી ઉઠે તેવી જ્વલનશીલ સામગ્રી કે પદાર્થ, પ્રવાહી રાખવાના રહેશે નહિ તથા ફટાકડાનો ઉપયોગ કે સંગ્રહ કરવાનો રહેશે નહિ
  23. મોશન ફિલ્મ બતાવવા માટે સ્ક્રીન બનાવવામાં આવેલી હોય તો ફરજિયાત તેમાં ફાયર સેફ્ટી ફિલ્મ અચૂક પ્રદર્શિત કરવાની રહેશે.
  24. સંચાલકો દ્વારા પ્રત્યેક 100 ચો.મી. વિસ્તારને ધ્યાને લેતા તેઓના મંડપમાં માતાજી ઉત્સવના તમામ સમયગાળા દરમિયાન 2 નંગ ABC ફાયર એક્ષટિંગ્યુશર, 6 કી.ગ્રા.ની ક્ષમતાના તથા 2 નંગ CO2 ફાયર એક્ષટીંગ્યુંશર, 4.5 કી.ગ્રા.ની ક્ષમતાના અને 200 લીટર પાણી ભરીને ડ્રમ ઢાકીને રાખવા તથા રેતી ભરેલી બે ડોલો અચૂક આ મંડપ પ્રીમાસીસમાં ઉપલબ્ધ કરાવવાના રેહશે.
  25. પંડાલમાં આગ સલામતી અર્થે પાણીનો પુરવઠો ફલોર એરિયાના 0.75 લી/સ્ક્વે.મી કરતા ઓછો હોવો જોઈએ નહિ તથા પાણીનો પુરવઠો ડ્રમ, બકેટમાં સુવ્યવસ્થિત ઝડપથી ઉપયોગમાં લઇ શકાય તે મુજબ ગોઠવણી કરવાની રહેશે.
  26. સંચાલકો દ્વારા મંડપમાં આગ અકસ્માતની સલામતી અર્થે માતાજીના ઉત્સવના તમામ સમયગાળા દરમિયાન ફાયર એક્ષટીંગ્યુંશરના ઉપયોગ કરનાર જાણકાર પ્રશિક્ષિત વ્યક્તિઓને અચૂક રાઉન્ડ ધ કલોક રાખવાના રહેશે.

સંચાલકોને જણાવવામાં આવ્યું છે કે, ઉક્ત સૂચના ફક્ત ફાયર સેફટીના સલામતી અર્થે આપવામાં આવે છે. ફાયર વિભાગ સિવાયની અન્ય ઓથોરીટી જેવી કે, પોલીસ વિભાગ, ટ્રાફિક વિભાગ, મ્યુનિસિપલ કોર્પોરેશન ના અન્ય વિભાગો થકી આપવામાં આવતી સૂચનાઓનું પાલન તથા અમલવારી કરી અલગથી લાગત વિભાગના “ના-વાંધા પ્રમાણપત્ર” મેળવી લેવાના રહેશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...