અમદાવાદ : કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે અમદાવાદમાં નારણપુરામાં આવેલા આંતરરાષ્ટ્રીય સ્પોર્ટસ કોમ્પલેક્સનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેમણે કહ્યું કે સમગ્ર વિશ્વનું સૌથી લાંબુ સ્વિમિંગ વીર સાવરકરે કર્યું છે. આ સ્પોર્ટ કોમ્પલેક્ષ તેમના જ નામે અર્પણ કર્યું છે. સાથે જ તેમણે જણાવ્યું કે, કોમનવેલ્થ 2030માં અમદાવાદમાં રમાશે અને ઓલિમ્પિકના પ્રયાસ ચાલી રહ્યા છે પરંતુ ઓલમ્પિક પણ અહીં જ રમાશે તેવું માનો.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરૂ છું. વર્ષ 1960થી ગ્રીન બેલ્ટ બનેલો હતો. હું અહીંયા નારણપુરામાં જ રહ્યો છું. આ જગ્યાનો હવે સ્પોર્ટ કોમ્પલેક્ષ તરીકે ઉદ્ધાર થયો છે. વર્ષ 2019 પછી હું વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે ગયો હતો અને કહ્યું કે, મારા ઘરથી 400 મીટર દૂર સ્પોર્ટ્સ કોમ્પલેક્સ બનાવવું છે. ત્યાર બાદ પીએમ મોદીએ મને બોલાવીને કહ્યું કે, સ્પોર્ટ્સ કોમ્પલેક્સ બનાવો પરંતુ વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવો.
આ સિવાય ઓલિમ્પિક કક્ષાનો ઇન્ડોર હૉલ, ઇન્ડોર સ્પોર્ટ્સમાં વિશ્વ કક્ષાની સુવિધા તેમજ કોમ્યુનિટી સ્પોર્ટ્સ વિભાગમાં શૂટિંગ, બિલિયર્ડ્સ અને ફિટનેસ સેન્ટરની સુવિધા પણ છે. સેન્ટર ફોર સ્પોર્ટ્સ એક્સેલેન્સમાં ખેલાડીઓ માટે તાલીમ અને રહેવાની સુવિધા છે. જ્યારે ઈન્ડોર મલ્ટી સ્પોર્ટ્સ એરેનામાં 52૦૦ દર્શકોની ક્ષમતા છે.