અમદાવાદ : અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં જાહેરમાં રસ્તા પર બર્થડે પાર્ટીની ઉજવણીનો વીડિયો વાઈરલ થયો હતો, જેમાં જેનો બર્થડે હતો તે યુવક અને યુવતી બીભત્સ ચેનચાળા કરી ડાન્સ કરતાં હોવાનો એક વીડિયો વાઈરલ થયો હતો. વાઈરલ વીડિયોની તપાસ બાદ પોલીસે રસ્તા પર બર્થડે પાર્ટીનું આયોજન કરી જાહેરમાં ચેનચાળા કરનારા મુકેશ નામના શખસની ધરપકડ કરી છે,
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, સોમવારે (છઠ્ઠી ઓક્ટોબર) સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઈરલ થયો હતો. પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા આ વીડિયો કુબેરનગર વિસ્તારનો હોવાનું અને ત્યાંના રહેવાસી મુકેશ મકવાણાના જન્મદિવસની પાર્ટીનો હોવાનું સામે આવ્યું હતું. 18મી સપ્ટેમ્બર 2025ના રોજ જાહેરમાં બર્થડે પાર્ટીમાં બહારથી બોલાવેલી કિન્નર સાથે મોટી સંખ્યામાં યુવકો ડાન્સ કરી રહી હતી. જોકે વાઈરલ વીડિયોમાં યુવક સાથે જે ડાન્સ કરે છે તે યુવતીઓ નહીં, પણ કિન્નર હોવાનું ખૂલ્યું છે. મુકેશનો જન્મદિવસ હોઈ, તેને આશીર્વાદ આપવા આવેલા કિન્નરો ડાન્સ કરવા લાગ્યા હોવાનું સામે આવ્યું છે.
એટલું જ નહીં, ડાન્સ દરમિયાન મુકેશ મકવાણા અને કિન્નરને જાહેરમાં બીભત્સ ચેનચાળા અને હરકતો કરતા જોવા મળ્યો હતો. જ્યારે અન્ય એક વ્યક્તિએ તેમના પર ચલણી નોટોનો વરસાદ કર્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર મુકેશ મકવાણા નામના એકાઉન્ટ દ્વારા અપલોડ કરવામાં આવ્યો હતો. આ વીડિયા વાઈરલ થતા પોલીસે વીડિયોમાં દેખાતા મુકેશ મકવાણા અને મુંબઈની એક કિન્નર સામે ગુનો નોંધ્યો હતો.