Tuesday, December 2, 2025

વેપારીઓને હનીટ્રેપમાં ફસાવી લાખો રૂપિયા પડાવનાર સ્વરૂપવાન યુવતી ઝડપાઈ, એક વર્ષથી હતી ફરાર

spot_img
Share

અમદાવાદ : સોશિયલ મીડિયા પર જો કોઈ સુંદર યુવતીની ફ્રેન્ડ રિકવેસ્ટ આવે તો ચેતી જજો, કારણ કે તે યુવતી તમારા ખિસ્સા ખાલી કરી શકે છે, આ જ પ્રકારે વેપારીઓને ફસાવી રૂપિયા પડાવનાર યુવતી પોલીસને હાથે લાગી છે, સ્વરૂપવાન યુવતી અને તેનાં સાગરીતોએ ભેગા મળી બે વેપારીઓ પાસેથી લાખો રૂપિયા અને દાગીનાં પડાવી લીધા હતા.યુવતીના ત્રણ સાગરિતોની પોલીસે અગાઉ ધરપકડ કરી હતી.પરંતુ યુવતી છેલ્લા એક વર્ષથી પોલીસને હાથતાળી આપીને નાસી રહી હતી.યુવતીએ એક યુવક સાથે લગ્ન કરી લીધા હતા અને યુવતીનું રિસેપ્શન પણ યોજવાનું હતું પરંતુ યુવતીના રિસેપ્શન પહેલા જ પોલીસે યુવતીની ચાલુ કથામાંથી ધરપકડ કરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, મૂળ રાજકોટની હીના ઉર્ફે શીતલ ઉર્ફે જાનવી વાળોદરા નામની યુવતીની નરોડા પોલીસે ધરપકડ કરી છે, આ યુવતીએ પોતાના સાગરીતો સાથે મળીને પ્રેમજાળમાં ફસાવી રાતોરાત પૈસાદાર બનવાના સપના જોયા હતા. જોકે તેને ખબર ન હતી કે તેને રૂપિયાના મહેલના બદલે જેલમાં જવું પડશે. અમદાવાદના નરોડા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2024માં હનીટ્રેપની બે ફરિયાદો નોંધાઈ હતી, જેમાં એક ફરિયાદમાં રાજસ્થાનનાં રિયલ એસ્ટેટના વેપારીને આ યુવતીએ શીતલ પટેલના નામે વ્હોટ્સએપ મેસેજ કરી નરોડા મળવા બોલાવ્યો હતો. જ્યાં વેપારીએ યુવતી સાથે ખરીદી કરી અને બાદમાં રોડ પર અચાનક એક ગાડીમાં 3 શખ્સો આવ્યા અને પોતાની પત્ની સાથે વેપારી શું કરે છે, તેમ કહીને બળાત્કારનાં ગુનામાં ફસાવી દેવાની ધમકી આપી 50 લાખ રૂપિયા માંગ્યા હતા. વેપારીનું અપહરણ કરી એક લાખ રોકડા અને 2.40 લાખનાં દાગીનાં પડાવી તમામ ફરાર થઈ ગયા હતા.

જયારે બીજી નરોડામાં નોંધાયેલી ફરિયાદમાં સુરતમાં રહેતા અને ન્યુટ્રીશીયન પાવડરનો વેપાર કરતા વેપારીને ફોન કરી શીતલ મહેતા તરીકેની ઓળખ આપી હતી. પોતાનું વજન ઉતારવા માટે ન્યુટ્રીશીયન પાવડર ખરીદવાનું કહીને વાતો શરૂ કરી હતી. જેની વિગતો સમજાવવાનાં નામે વેપારીને મળવા બોલાવી દહેગામ તરફ મળીને પોતાની એક્ટીવા પર કેનાલ પાસે લઈ ગઈ હતી. જ્યાં અચાનક ક્રેટા કારમાં 3 શખ્સો આવી પહોંચ્યા હતા જેમાંથી એક શખ્સે આરોપીના પાકિટમાં તપાસી ડ્રગ્સ જેવી પડીકી કાઢી અને વેપારી તેમજ યુવતી ડ્રગ્સ ડીલર છે તેવુ જણાવી અપહરણ કર્યું હતું. બાદમાં ડ્રગ્સ કેસમાં ફસાવવાની ધમકીઓ આપી એક લાખની કિંમતની સોનાની લકી અને 3 લાખ રોકડા પડાવી લીધા હતા. આ બન્ને ફરિયાદો નોંધાયા બાદ નરોડા પોલીસે તે સમયે જયરાજસિંહ બોરીચા, વિજય સગર અને મંગળુભાઈ ખાચરની ધરપકડ કરી હતી. જોકે વેપારીઓને ફસાવીને મળવા બોલાવનાર મુખ્ય આરોપી એક વર્ષથી ફરાર હતી. તેને પકડી પાડવામાં હવે સફળતા મળી છે.

જોકે વેપારીઓને ફસાવીને મળવા બોલાવનાર મુખ્ય આરોપી એક વર્ષથી ફરાર હતી.પોલીસને બાતમી મળતા ગોતામાંથી યુવતીને ઝડપી પાડી હતી.યુવતીએ ગોતામાં રહેતા યુવક સાથે લગ્ન કરી લીધા હતા જે બાદ યુવતીનું યુવક સાથે રિસેપ્શન પણ યોજવાનું હતું પરંતુ રિસેપ્શનના આગલા દિવસે જ પોલીસે યુવતીને યુવક સાથે લગ્ન બાદ બેઠેલી કથામાંથી ઝડપી લીધી છે.

નરોડા પોલીસે આ ગુનામાં સંડોવાયેલી સ્વરૂપવાન યુવતીની ધરપકડ કરીને તપાસ શરૂ કરી છે. આ ટોળકીનાં આરોપીઓમાં યુવતી રાજકોટની, જ્યારે જયરાજ અમરેલીનો, વિજય રાજકોટ અને મંગળુ બોટાદનો રહેવાસી છે, તે તમામ એકઠા કઈ રીતે થયા અને આ રીતે કેટલા વેપારીઓને હનીટ્રેપમાં ફસાવી રૂપિયા પડાવ્યા છે અને પડાવેલા રૂપિયાનું શું કર્યું છે તે દિશામાં તપાસ હાથ ધરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત પોલીસની અનોખી પહેલને બહોળો પ્રતિસાદ, 18.05 લાખથી વધુ રકમનો દંડ ઓનલાઇન મારફતે ભરાયો

ગાંધીનગર : રાજ્યમાં ટ્રાફિક નિયમ ભંગના ઇ-ચલણ પેટે દંડની રકમ ભરવાની પ્રક્રિયાને વધુ સરળ અને ડિજિટલ બનાવવા માટે ગુજરાત પોલીસે એક મહત્વપૂર્ણ પહેલ કરી...

CMની સંવેદનશીલતા : એક દીકરીના લગ્નનો પ્રસંગ બગડતો અટકાવવા CMએ પોતાના કાર્યક્રમનું સ્થળ તુરંત બદલી નાખ્યું

જામનગર : વહીવટ વ્યક્તિ લક્ષી મટીને જ્યારે પ્રજાલક્ષી બને છે ત્યારે સરકાર પ્રત્યે પ્રજામાં પણ પોતિકાપણાની ભાવના જાગે છે. આવો જ અભિગમ ગુજરાતના મુખ્ય...

ગુજરાત પોલીસની ટેક-પહેલ: ટ્રાફિક મેનેજમેન્ટ માટે સ્વદેશી ‘Mapmyindia’ સાથે MoU

ગાંધીનગર : ગુજરાતમાં રોડ સેફ્ટી અને ટ્રાફિક મેનેજમેન્ટ (Road Safety & Traffic Management) અંગે એક મહત્વપૂર્ણ પહેલ અંતર્ગત, ગુજરાત પોલીસ અને સ્વદેશી એપ મેપલ્સ...

મહેસૂલ વિભાગમાં ક્લાસ-3 ની પોસ્ટ માટે ભરતી આવી, જાણો ક્યારથી અને કેવી રીતે ભરાશે ફોર્મ

ગાંધીનગર : રાજ્ય સરકાર દ્વારા વધુ એક ભરતી બહાર પાડવામાં આવી છે. મહેસુલ વિભાગમાં બે અલગ અલગ પોસ્ટ ઉપર 400થી વધુ જગ્યા ઉપર ભરતી...

દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં, DGP વિકાસ સહાયે આપ્યા મહત્વના આદેશ

ગાંધીનગર : રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં આજે પોલીસ ભવન ખાતેથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના તમામ યુનિટ વડાઓ, શહેર પોલીસ કમિશનરો અને જિલ્લાઓના...

વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર : નર્સિંગ માટે એક વર્ષનો વિશેષ ‘પોસ્ટ બેઝિક ડિપ્લોમા’ કોર્સ શરૂ

ગાંધીનગર : ગુજરાતના નાગરિકોને હોસ્પિટલોમાં ગુણવત્તાસભર અને અદ્યતન સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં...

ગાંધીનગર એસઓજીના કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, આત્મહત્યાનું કારણ અકબંધ

ગાંધીનગર : એસઓજીમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવના પગલે પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પ્રાપ્ત માહિતી...

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...