અમદાવાદ : ખાનગી કેબ એગ્રીગેટર કંપનીઓની ઊંચા કમિશનની નીતિ અને ગ્રાહકો પાસેથી લેવાતા મનસ્વી ભાડા સામે હવે કેન્દ્ર સરકારના સહકાર વિભાગ હેઠળ એક નવી ક્રાંતિકારી સેવાની શરૂઆત થવા જઈ રહ્યો છે. દેશની પ્રથમ સહકારી ટેક્સી સેવા ‘ભારત ટેક્સી’ 20 નવેમ્બરમાં ટ્રાયલ બેઝ શરૂ થવા જઈ રહ્યો છે. ડિસેમ્બરથી તે કાયમી રીતે કામકાજ શરૂ કરશે. જેનું કમિશન-મુક્ત મોડેલ ડ્રાઇવર્સ અને મુસાફરો બંને માટે ફાયદાકારક સાબિત થશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ, કેન્દ્ર સરકારના સહકાર વિભાગ દ્વારા ગુજરાતમાં ગાંધીનગર, અમદાવાદ અને રાજકોટથી ભારત ટેક્સી સેવાનું 20મી નવેમ્બરે સોફ્ટ લોન્ચિંગ થશે. જો તમારી પાસે ટેક્સી કે ઓટો છે કોમર્શિયલ લાયસન્સવાળી, ડ્રાઈવિંગ લાયસન્સ, ઈન્સ્યોરન્સ છે, ડ્રાઈવર વેરિફાઈડ છે તો તમે આ ટેક્સી સેવા માટે મેમ્બર બની શકશો. ભારત ટેક્સી સેવા છે એ ભારત સરકારની કો-ઓપરેટિવ મિનિસ્ટ્રી વિભાગની હેઠળ આવે છે એટલે તે પ્રોફિટ માટે તો કામ નહીં કરે, જે રીતે પ્રાઈવેટ ઓર્ગેનાઈઝેશન કરે છે કમિશન લે છે. આ ટેક્સી સેવા એ પ્રકારની નથી. આ ટેક્સી સેવામાં ડ્રાઈવર જ માલિક છે.
‘ભારત ટેક્સી’ રાષ્ટ્રીય સહકારી રાઈડ-હેલિંગ પ્લેટફોર્મ છે, જેનો વિકાસ કેન્દ્રીય સહકાર મંત્રાલય અને રાષ્ટ્રીય ઈ-ગવર્નન્સ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે. આ પ્લેટફોર્મની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં ડ્રાઇવર્સ સહ-માલિકો બનશે. હાલમાં ખાનગી કેબ સેવાઓમાં ડ્રાઇવર્સને પોતાની કમાણીના 25 ટકા જેટલો મોટો હિસ્સો કમિશન તરીકે કંપનીઓને ચુકવી દેવો પડે છે. જેની સામે ‘ભારત ટેક્સી’ માં ‘નો કમિશન મોડેલ’ પર આધારિત છે. ડ્રાઇવર્સને એક નક્કી કરેલી ફી સિવાય વધારાનું એક પણ રૂપિયો કમિશન ચુકવવું પડશે નહી. જેના કારણે દરેક ગ્રાહકની સંપૂર્ણ કમાણી ડ્રાઇવર્સના ખિસ્સામાં જશે. ડ્રાઇવર્સને સન્માન સાથે ‘સારથી’ નામ આપવામાં આવશે જે તેમના પદને ગૌરવ અપાવશે.
હાલમાં અનેક ખાનગી કંપનીઓ ટેક્સી સેવાઓ પ્રદાન કરે છે, પરંતુ સલામતીની ચિંતાઓ ઘણીવાર ઉઠાવવામાં આવી છે, તેથી કેન્દ્ર સરકાર પોતાની નિયંત્રિત ટેક્સી સેવા શરૂ કરી રહી છે.ભારત ટેક્સી એ સહકાર મંત્રાલય અને રાષ્ટ્રીય ઈ-ગવર્નન્સ વિભાગ દ્વારા વિકસાવવામાં આવેલી સરકારની માલિકીની કેબ સેવા છે. ડ્રાઈવરો પાસે માલિકી હક્કો પણ હશે. આ સેવા સહકાર ટેક્સી કો-ઓપરેટિવ લિમિટેડ દ્વારા સંચાલિત કરવામાં આવશે. આ હેતુ માટે સહકારી લિમિટેડ સાથે MOU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.
સહકાર ટેક્સી આ સેવાનું સંચાલન કરશે, જ્યારે તેના શાસન માટે એક કાઉન્સિલની રચના કરવામાં આવી છે. જેમાં અમૂલના MD જયેન મહેતાને કાઉન્સિલના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે. વિવિધ સહકારી સમિતિઓના અન્ય 8 સભ્યો પણ આ કરારમાં સામેલ છે.એપ અને ભાષા
ભારત ટેક્સીની એપ ઓલા-ઉબેર જેવી જ હશે. તે ટૂંક સમયમાં જ એપ સ્ટોર્સ પરથી ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ થશે. આ એપ હિન્દી, ગુજરાતી, મરાઠી અને અંગ્રેજીમાં ઉપલબ્ધ થશે.
દરેક રાઈડમાંથી થતી કમાણીનો 100 એ 100 ટકા ભાગ ડ્રાઈવરોને જ મળશે. તેમની પાસેથી નજીવી દૈનિક, સાપ્તાહિક અથવા માસિક ફી લેવામાં આવશે. પહેલા તબક્કામાં 100 મહિલા ડ્રાઈવરો જોડાશે. 2030 સુધીમાં તે વધારીને 15 હજાર કરવામાં આવશે.


