Tuesday, November 18, 2025

નવા વાડજમાં ₹248 કરોડના ખર્ચે આધુનિક ‘મલ્ટી-મોડલ ટ્રાન્સપોર્ટ હબ’ બનશે, હશે આવી સુવિધા

spot_img
Share

અમદાવાદ : શહેરની ઓળખ સમાન લાલ બસ એટલે કે એએમટીએસના અખબારનગર ડેપોને આધુનિક રૂપ આપવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) સંચાલિત અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS) વાડજના અખબારનગર ખાતે આધુનિક મલ્ટી-મોડલ ટ્રાન્સપોર્ટ હબ (MMTH) બનાવવા માટે ઇ-બિડ આમંત્રિત કરી છે. આ પ્રોજેક્ટ પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ (PPP) મોડેલ હેઠળ હાથ ધરવામાં આવશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરના નવા વાડજ વિસ્તારમાં અખબારનગર સર્કલ પાસે આવેલા ફાઈનલ પ્લોટમાં મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા 18 માળનું આ ભવ્ય હબ તૈયાર કરવાની યોજના છે. આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ AMTS, BRTS અને GSRTC ST બસ સેવાઓને એક જ સ્થળે લાવીને મુસાફરોને સુવિધા આપવાનો અને શહેરના ગીચ ટ્રાફિકની સમસ્યાને હળવી કરવાનો છે.

આ મલ્ટિમોડલ ટ્રાન્સપોર્ટ હબ પબ્લિક પ્રાઈવેટ પાર્ટનર્શીપ PPPના ધોરણે 5564 સ્કેવર મીટરના વિશાળ વિસ્તારમાં બનાવાશે. આ હબ બનવાથી ST સહિતની બસોને શહેરના ગીચ ટ્રાફિકમાં પ્રવેશવાની સમસ્યાનો અંત આવશે અને શહેર બહારથી આવતા-જતા પેસેન્જરોને બસ પકડવામાં મોટી રાહત થશે. AMTS, BRTS અને ST બસોને પૂર્વ તરફના ૩૦ મીટરના રોડથી એન્ટ્રી અપાશે અને પશ્ચિમ તરફના રોડથી બસો બહાર જઈ શકશે. મેટ્રો સ્ટેશન ઉત્તર દિશામાં અને BRTS ટર્મિનલ દક્ષિણ દિશામાં આવેલું છે.

પ્રોજેક્ટની મુખ્ય વિગતો
આ પ્રોજેકટનો અંદાજિત ખર્ચ ₹248.87 કરોડ છે. બિડ બાદ પસંદગી પામેલા કન્સેશનરને સંચાલન અને જાળવણી માટે 90 વર્ષનો સમયગાળો આપવામાં આવશે. પ્રથમ તબક્કાનું બાંધકામ 24 મહિનામાં પૂર્ણ કરવાનું લક્ષ્ય છે, જ્યારે સમગ્ર પ્રોજેક્ટ 48 મહિનામાં પૂર્ણ થવાની અપેક્ષા છે. હબનું આયોજન, ડિઝાઇન, ધિરાણ, બાંધકામ, માર્કેટિંગ, સંચાલન અને જાળવણી, તેમજ વિશ્વસ્તરીય માળખાકીય સુવિધાઓનો સમાવેશ થાય છે.

આ હબ 5,564 ચોરસ મીટર (એફપી નંબર 763, ટીપીએસ નંબર 28) વિસ્તારને આવરી લેશે. તેમાં બસ ફેસેલિટીઝ, કોમર્શિયલ આઉટલેટ્સ, કોર્પોરેટ ઓફિસો, ગ્રીન સ્પેસીસ, EV ચાર્જિંગ સ્ટેશનો, મલ્ટી-ટાયર બેઝમેન્ટ પાર્કિંગ તેમજ આધુનિક સુવિધાઓ સાથે G+18 માળની ઇમારત હશે. આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટથી અખબારનગર મોર્ડન ટ્રાન્સપોર્ટ હબ તરીકે ઉભરશે અને મુસાફરોને અમદાવાદમાં વધુ એક વર્લ્ડ ક્લાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મળશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગુજરાત પોલીસની ટેક-પહેલ: ટ્રાફિક મેનેજમેન્ટ માટે સ્વદેશી ‘Mapmyindia’ સાથે MoU

ગાંધીનગર : ગુજરાતમાં રોડ સેફ્ટી અને ટ્રાફિક મેનેજમેન્ટ (Road Safety & Traffic Management) અંગે એક મહત્વપૂર્ણ પહેલ અંતર્ગત, ગુજરાત પોલીસ અને સ્વદેશી એપ મેપલ્સ...

મહેસૂલ વિભાગમાં ક્લાસ-3 ની પોસ્ટ માટે ભરતી આવી, જાણો ક્યારથી અને કેવી રીતે ભરાશે ફોર્મ

ગાંધીનગર : રાજ્ય સરકાર દ્વારા વધુ એક ભરતી બહાર પાડવામાં આવી છે. મહેસુલ વિભાગમાં બે અલગ અલગ પોસ્ટ ઉપર 400થી વધુ જગ્યા ઉપર ભરતી...

દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાત પોલીસ એક્શન મોડમાં, DGP વિકાસ સહાયે આપ્યા મહત્વના આદેશ

ગાંધીનગર : રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં આજે પોલીસ ભવન ખાતેથી વીડિયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના તમામ યુનિટ વડાઓ, શહેર પોલીસ કમિશનરો અને જિલ્લાઓના...

વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર : નર્સિંગ માટે એક વર્ષનો વિશેષ ‘પોસ્ટ બેઝિક ડિપ્લોમા’ કોર્સ શરૂ

ગાંધીનગર : ગુજરાતના નાગરિકોને હોસ્પિટલોમાં ગુણવત્તાસભર અને અદ્યતન સારવાર મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં...

ગાંધીનગર એસઓજીના કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, આત્મહત્યાનું કારણ અકબંધ

ગાંધીનગર : એસઓજીમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવના પગલે પોલીસ બેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. પ્રાપ્ત માહિતી...

ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકની બે દીકરીઓના મૃતદેહ કેનાલમાંથી મળ્યા, પિતા હજુ ગુમ

ગાંધીનગર : ગાંધીનગરથી મોટા સમાચાર સામે આવ્યા છે. ૩ પેટ્રોલ પંપ માલિકે પોતાની બે માસુમ દીકરીઓ સાથે કેનાલમાં કૂદીનો આપઘાત કરી લીધો છે. દીકરીઓના...

હવે આંગળીના ટેરવે દારૂની પરમિટ, મોબાઇલ એપ દ્વારા પરમિટની પ્રોસેસ સરળ બનાવવા ભર્યું મોટું પગલું

ગાંધીનગર : પ્રવાસનના નામે ખુદ ગુજરાત સરકાર જ દારૂને પ્રોત્સાહન આપી રહી હોય તેવુ ચિત્ર ઉપસ્યુ છે. દારૂ પર પ્રતિબંધને કારણે, ગુજરાતની મુલાકાત લેતા...

કોચિંગ કલાસો 16 વર્ષથી ઓછી વયના બાળકોને પ્રવેશ નહિ આપી શકે, વટહુકમની તૈયારી

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના શિયાળુ સત્ર દરમિયાન કોચિંગ ક્લાસિસની નોંધણી, સલામતી વિદ્યાર્થીઓની પ્રવેશ અને કામકાજના કલાકો સહિતના વિવિધ પાસાઓને નિયંત્રિત કરવા માટે વટહુકમ બહાર...