અમદાવાદ : અમદાવાદ ગ્રામ પોલીસ હેડક્વાર્ટર ખાતે નાયબ મુખ્યમંત્રી અને ગૃહ મંત્રી હર્ષ સંઘવીના હસ્તે ખાખી ભવન સહિતનાં અમદાવાદ ગ્રામ્ય પોલીસના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરાયું હતું. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીના હસ્તે એડીઆર-શિલ્ડ, બ્લૂ સર્કિટ પ્રોજેક્ટ, અભયયાત્રી પ્રોજેક્ટ, અસલાલી વિભાગીય પોલીસ અધિકારીની કચેરીનું લોકાર્પણ તથા વિરમગામ પોલીસ લાઇનનું ખાતમુહૂર્ત કરાયું હતું.
અમદાવાદમાં નવા ખાખી ભવનનો ઉદ્ઘાટન સમારોહમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ પોલીસને ટકોર કરી હતી. તેઓએ ટકોર કરતા કહ્યું કે નાયાબ મુખ્યમંત્રીને કોઈ પણ વ્યક્તિ મળી શકે તો PI-DYSPને કેમ નહીં. પોલીસ સ્ટેશનમાં PI-DySPને લોકોને મળવા અને ખાસ કરી તેમને મળવાનો સમય દર્શાવતું બોર્ડ સ્ટેશનમાં લગાવવાનો આગ્રહ કર્યો છે.
અમદાવાદમાં નવા ખાખી ભવનના ઉદ્ઘાટન દરમિયાન ઉપમુખમંત્રી તથા ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ તંત્રને મહત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું હતું. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, પોલીસની કામગીરી એવી હોવી જોઈએ કે ગુનેગારોમાં ભય ઊભો થાય, પરંતુ સામાન્ય નાગરિકો સાથે હંમેશા પ્રેમ અને સન્માનથી વર્તન થવું જોઈએ. DyCMએ જણાવ્યું કે, જ્યારે કોઈ ગુનેગાર પોલીસને જોઈને ડરી જાય ત્યારે જ કાયદો સાચી રીતે કાર્યરત ગણાય. પરંતુ એ જ સમયે પોલીસ સ્ટેશનમાં આવતા નાગરિકોને ડરાવાની ભાષામાં નહીં પરંતુ સહજ અને સહાનુભૂતિપૂર્ણ ભાષામાં વાત કરવી અત્યંત જરૂરી છે.
આ સાથે હર્ષ સંઘવીએ નાગરિકોને સુવિધા મળે તે માટે દરેક પોલીસ સ્ટેશન બહાર સ્પષ્ટ બોર્ડ લગાવવાનું તેમણે સૂચન કર્યું. આ બોર્ડમાં પોલીસ ઇન્સ્પેક્ટર (PI) અને DySPના નામ સાથે તેઓ કયા સમયે ઉપલબ્ધ રહેશે તેની માહિતી લખવી ફરજિયાત હોવી જોઈએ. જો કોઈ અધિકારી નિર્ધારિત સમયે હાજર ન હોય, તો તેના કારણનો ઉલ્લેખ પણ બોર્ડ પર કરવો જોઈએ.
આ સાથે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ અધિકારીઓને સમયપાલન અંગે પણ ચેતવણી આપતા કહ્યું કે, પોલીસ સ્ટેશનના PI અને DySP સમયસર હાજર રહે તેવો આગ્રહ રાખવો જોઈએ. આ સાથે તેમણે મીઠી ટકોર કરતાં કહ્યું કે, જ્યારે મુખ્યમંત્રી અને ઉપમુખમંત્રી સપ્તાહમાં બે દિવસ નાગરિકોને મળવા સમય ફાળવી શકે છે, તો પછી અધિકારીઓ કેમ નહીં?


