અંબાજી : યાત્રાધામ અંબાજીના શિખરને સોનાથી મઢવાનું કામ લાંબા સમયથી ચાલી રહ્યું છે. આ દરમિયાન ઘણાં માઈભક્તો સોના અને ચાંદીનું પોતાની યથાશક્તિ પ્રમાણે દાન કરી ચૂક્યા છે. દાતાઓ દ્વારા દાન આપવાનો પ્રવાહ અવિરત ચાલુ જ છે. રવિવારે અંબાજી મંદિરમાં અલગ-અલગ દાતાઓ દ્વારા સોનાના દાન આપાવામાં આવ્યાં હતા. જે પૈકી પાલનપુરના એક માઇભક્ત દ્વારા અંબાજી મંદિરમાં 1 કિ.લો સોનું દાનમાં આપવામાં આવ્યું હતું. જેની કિંમત રૂ. 52,50,000 થાય છે.
આ વિશે મળતી રિપોર્ટ પ્રમાણે, સુપ્રસિદ્ધ અંબાજી મંદિરમાં અલગ અલગ દાતા દ્વારા સોનાના દાન કરવામાં આવી રહ્યું છે. અંબાજી મંદિર ટ્રસ્ટને એક કિલો સોનાનું દાન મળ્યું છે. પાલનપુરના એક માઈ ભક્ત દ્વારા એક કિલો સોનું (રૂપિયા, 52,50,000) દાન આપવામાં આવ્યું છે. 100 ગ્રામની 9 લગડી, 50 ગ્રામની 2 લગડી, જ્યારે બીજા એક દાતાએ એક સોનાનો હાર 105 ગ્રામ 4 લાખ 80 હજારની કિંમતનો ભેટ આપ્યો છે. મુંબઈની પાર્ટી દ્વારા અંબાજીમાં દાન અપાયું છે.