અમદાવાદ : ગુજરાત હાઉસિંગ બોર્ડની જૂની અને જર્જરિત વસાહતો હવે ઇતિહાસ બની જશે અને તેની જગ્યાએ આધુનિક હાઈરાઈઝ બિલ્ડિંગો સ્થાન લેશે. રાજ્યભરમાં ચાલી રહેલી રીડેવલપમેન્ટની કામગીરીમાં અમદાવાદ મોખરે છે, જેમાં ખાસ કરીને પશ્ચિમ વિસ્તારનું ‘નારણપુરા‘ રીડેવલપમેન્ટનું એપીસેન્ટર બનીને ઉભરી રહ્યું છે.
અમદાવાદ શહેરમાં પૂર્વની સરખામણીમાં પશ્ચિમના અનેક વિસ્તારોમાં આવેલ હાઉસીંગ બોર્ડની હાઉસીંગ કોલોનીઓમાં છેલ્લાં ત્રણ-ચાર વર્ષોથી જાગૃતિમાં મોટો જુવાળ આવ્યો હોય તેવું જણાઈ રહ્યું છે. જેનું મુખ્ય કારણ એ છે કે મોટાભાગની સોસાયટીઓમાં 40 થી 45 વધુ વર્ષ જુની અને જર્જરિત થઈ છે. સોસાયટીઓમાં રોડ, લાઈટ, પાણી અને પાર્કિંગ સહિતની સમસ્યાઓ વિકરાળ બની રહી છે. જેના કારણે હાઉસીંગ બોર્ડની અનેક સોસાયટીઓ રિડેવલપમેન્ટમાં જાેડાઈ રહી છે ત્યારે પૂર્વની સરખામણીમાં પશ્ચિમમાં વિસ્તારમાં એમાંય નારણપુરામાં અનેક હાઉસિંગ એપાર્મેન્ટ (સોસાયટીઓ) રીડેવલપમેન્ટમાં જાેડાઈ રહી છે, રીડેવલપમેન્ટ માટે વાટાઘાટો નિર્ણાયક તબક્કામાં હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.આ સિવાય બીજી અનેક સોસાયટીઓમાં રીડેવલપમેન્ટને લઈને રહીશોમાં ચર્ચાઓ અને મિટિંગ શરૂ થઈ છે અને રહીશો સ્થાનિક એસોસિયેશન સમક્ષ રીડેવલપમેન્ટની માગણી કરી રહ્યા છે.
ગુજરાત હાઉસિંગ બોર્ડના તાજેતરના આંકડાઓ મુજબ, રાજ્યમાં કુલ 60 સોસાયટીઓમાં રીડેવલપમેન્ટની કામગીરી ચાલી રહી છે, જેમાંથી 53 સોસાયટીઓ માત્ર અમદાવાદમાં જ છે. આ તમામ સોસાયટીઓ માટે ડેવલપરની નિમણૂક કરી દેવામાં આવી છે. જેમાં હાલ 10 સોસાયટીઓમાં બાંધકામ પુરજાેશમાં શરૂ પણ થઈ ચૂક્યું છે.સાથે સાથે એક ચર્ચા પ્રમાણે અનેક સોસાયટીઓમાં રીડેવલપમેન્ટની મિટીંગ અને ચર્ચાઓ ચાલી રહી છે, આગામી સમયમાં અનેક સોસાયટીઓ પણ રીડેવલપમેન્ટ માટે આગળ આવી શકે તેમ છે.
શહેરની સ્કાયલાઇન બદલાશે
હાઉસિંગ બોર્ડની મોટાભાગની વસાહતો શહેરના પ્રાઈમ લોકેશન જેવા કે શાસ્ત્રીનગર, નારણપુરા, મેઘાણીનગર અને વાડજ જેવા વિસ્તારોમાં આવેલી છે. એકસાથે 53 જેટલી સોસાયટીઓનું નવીનીકરણ થતાં આ વિસ્તારોની ભૌગોલિક અને આર્થિક સ્થિતિમાં મોટો બદલાવ આવશે. આ પ્રોજેક્ટ્સ પૂર્ણ થતાં શહેરની રિયલ એસ્ટેટ માર્કેટમાં પણ તેજી જાેવા મળી શકે છે.
નારણપુરા વિસ્તારની રોનક બદલાશે:
અમદાવાદના મધ્યમાં અને પ્રાઈમ લોકેશન પર આવેલા નારણપુરા વિસ્તારમાં હાઉસિંગ બોર્ડની અનેક જૂની વસાહતો આવેલી છે. રીડેવલપમેન્ટ પોલિસી હેઠળ આ વિસ્તારમાં સૌથી વધુ કામગીરી જાેવા મળી રહી છે.
પ્રાઈમ લોકેશનનો લાભ: નારણપુરાના મુખ્ય રસ્તાઓ અને મેટ્રો કનેક્ટિવિટીને કારણે અહીંના હાઉસિંગ બોર્ડના મકાનોના રીડેવલપમેન્ટમાં ડેવલપર્સ અને રહીશો બંનેને મોટો રસ છે.
સ્કાયલાઇનમાં બદલાવ: નારણપુરામાં જ્યાં હાલ બે-ત્રણ માળના જૂના મકાનો છે, ત્યાં આગામી સમયમાં ગગનચુંબી ઈમારતો શોભા વધારશે. જેના કારણે વિસ્તારની પ્રોપર્ટી માર્કેટમાં પણ તેજીનો સંચાર થશે.
રહીશોને થશે બમણો ફાયદો
હાઉસિંગ બોર્ડની આ પોલિસીથી નારણપુરા અને આસપાસના વિસ્તારના મધ્યમ વર્ગના પરિવારોને સૌથી મોટો ફાયદો થશે:
નવું અને સુરક્ષિત ઘર: દાયકાઓ જૂના જર્જરિત મકાનોની ચિંતામાંથી મુક્તિ મળશે.
વધુ કાર્પેટ એરિયા: લાભાર્થીઓને કોઈપણ ખર્ચ વગર તેમના હાલના મકાન કરતાં મોટું અને વધુ સુવિધાવાળું ઘર મળશે.
લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલ: નવી સ્કીમમાં લિફ્ટ, જાેગિંગ ટ્રેક, ગાર્ડન અને સીસીટીવી જેવી આધુનિક સુવિધાઓ ઉમેરાશે, જે નારણપુરા જેવા વિસ્તારમાં જીવનધોરણ ઊંચું લાવશે.
રહીશોને શું ફાયદો થશે?
રીડેવલપમેન્ટના કારણે વર્ષો જૂના અને જર્જરિત મકાનોમાં રહેતા મધ્યમ વર્ગના પરિવારોને સૌથી વધુ ફાયદો થશે.
આધુનિક સુવિધાઓ: જૂના મકાનોની સામે હવે લિફ્ટ, વિશાળ પાર્કિંગ, સીસીટીવી કેમેરા અને ગાર્ડન જેવી આધુનિક સુવિધાઓ મળશે.
વધુ કાર્પેટ એરિયા: નવી પોલિસી મુજબ લાભાર્થીઓને તેમના હાલના મકાન કરતા વધુ કાર્પેટ એરિયાવાળા નવા મકાનો વિનામૂલ્યે મળશે.
સલામતી: જર્જરિત બાંધકામો પડવાના ભયમાંથી મુક્તિ મળશે અને સ્ટ્રક્ચરલ સેફ્ટી સાથેના નવા ઘરો મળશે.
ગુજરાત સરકારની રીડેવલપમેન્ટ પોલિસી અને હાઉસિંગ બોર્ડની સક્રિયતાને કારણે અમદાવાદના હજારો પરિવારોનું ‘સ્વપ્નનું ઘર‘ હવે હકીકત બનવા જઈ રહ્યું છે. આગામી 2-3 વર્ષમાં અમદાવાદના નારણપુરા સહિત અનેક વિસ્તારો એક નવી ઓળખ સાથે ધબકતા થશે.


