અમદાવાદ : વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતા ચેતન રાવલે રાજીનામુ આપ્યું છે. ચેતન રાવલ અમદાવાદ શહેર કોંગ્રેસના અધ્યક્ષ રહી ચૂક્યા છે. સાથે જ તેમણે કોંગ્રેસ પર અનેક આરોપો લગાવ્યા કે, કોંગ્રેસ પતનની દિશામાં આગળ વધી રહી છે.
ગુજરાત કોંગ્રેસના સીનિયર નેતા ચેતન રાવલે રાજીનામુ આપી દેતા રાજકારણ ગરમાયુ છે. ચેતન રાવલ કોંગ્રેસમાંથી સાઈડલાઈન કરાતા છેલ્લા ઘણા સમયથી નારાજ હતા. તમને જણાવી દઈએ કે ચેતન રાવલ વિધાનસભા અધ્યક્ષ રહી ચૂક્યા છે.