અમદાવાદ : આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડીયા બેઠક પરથી ઉમેદવારી પત્ર ભરવા કેસરીયા મહારેલી બાદ તેમને ચૂંટણી નામાંકન ભર્યુ છે. રેલીનો રૂટ પ્રભાત ચોક, ચાણક્યપુરી, ડમરૂ સર્કલ, કારગીલ ચાર રસ્તા, મધ્યસ્થ કાર્યાલય સોલા ભાગવત પાસે એસજી હાઈવે હોય છે. રેલી બાદ અમિત શાહ મઘ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યુ હતુ. ત્યારબાદ બપોરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રાંત ઓફિસ ઘાટલોડીયામાં ઉમેદવારી પત્ર ભર્યુ હતુ.
આજે ઘાટલોડિયા બેઠક માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાની ઉમેદવારી નોંધાવી છે. ભૂપેન્દ્ર પટેલે ફોર્મ ભર્યા પહેલા સોલા ખાતે મધ્યસ્થ કાર્યાલય પહોંચ્યા હતા. જ્યાં અમિત શાહે મધ્યસ્થ કાર્યાલય ખુલ્લુ મૂક્યું હતું. મુખ્યમંત્રીએ ઘાટલોડિયા વિધાનસભા મત વિસ્તારના લોકો સાથે પણ તેમણે સંવાદ કર્યો હતો.આ રોડ શોમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો પહોંચ્યા હતા. મુખ્યમંત્રીએ પણ ઘાટલોડિયા વિધાનસભા મત વિસ્તારના લોકો સાથે પણ તેમણે સંવાદ કર્યો હતો. રેલીમાં એક હજાર યુવાઓ બાઈક સાથે જોડાયા હતા.
ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણીના ફોર્મ ભરવાની અંતિમ તારીખ 17મી નવેમ્બર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં ઉમેદવારી ફોર્મ ભરવા રવાના થયા છે. ફોર્મ ભરતા પહેલા રોડ શો કરી એસજી હાઈવે સોલા ભાગવત પાસે ઘાટલોડિયા વિધાનસભા મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન પણ કર્યું હતું.