ગુજરાતના ભાજપના ધારાસભ્યએ ફેસબુક પર નેતાજીને સુભાષચંદ્ર બોઝ વિશે આતંકવાદી લખીને માફી માંગતા કહ્યું કે, અનુવાદમાં ભૂલ હતી.ફેસબુક પોસ્ટ પર ભૂલથી નેતાજી સુભાષ ચંદ્ર બોઝને આતંકવાદી લખી દીધા. પછી ધારાસભ્યએ તેમની પોસ્ટ ડિલીટ કરીને માફી માંગી હતી.
ગુજરાતના આણંદના ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલની ફેસબુક પોસ્ટ પર વિવાદ સર્જાયો છે. યોગેશ પટેલે પોતાની પોસ્ટમાં ભૂલથી નેતાજી સુભાષચંદ્ર બોઝને આતંકવાદી લખી દીધા હતા. આ પોસ્ટ વાયરલ થયા બાદ કોંગ્રેસના પ્રવક્તાએ નિવેદન સામે વાંધો ઉઠાવતા સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી હતી. આ સાથે જ આમ આદમી પાર્ટીએ પણ યોગેશ પટેલની પોસ્ટ પર નિશાન સાધ્યું હતું.
આ પોસ્ટ વાયરલ થઈ
ગુજરાત ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલે પોતાની ફેસબુક પોસ્ટમાં લખ્યું છે કે, ‘નેતાજી સુભાષ ચંદ્ર બોઝ ભારતની સ્વતંત્રતા ચળવળમાં તેમની ભૂમિકા માટે જાણીતા છે. તેમણે અસહકાર આંદોલનમાં ભાગ લીધો હતો. તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નેતા હતા. તે આતંકવાદીઓના જૂથના વડા હતા. તેઓ સમાજવાદી ચળવળના સમર્થન માટે જાણીતા હતા. આ પ્રકારે લખાણ તેમની પોસ્ટમાં તેમણે લખ્યું હતું જે વાયરલ થઈ રહ્યું છે.
પછી માંગી માફી
ધારાસભ્યની આ પોસ્ટ ઝડપથી વાયરલ થઈ રહી છે. બાદમાં ભૂલ ધ્યાને આવતાં પોતાના ફેસબુક પેજ પરથી તરત જ હટાવી દેવામાં આવી હતી. ધારાસભ્યએ અન્ય એક ફેસબુક પોસ્ટમાં પોસ્ટમાં આતંકવાદી શબ્દ લખવા બદલ માફી માંગી છે. તેમણે લખ્યું છે કે અનુવાદમાં ભૂલ થઈ છે. ધારાસભ્યએ પોસ્ટ ડિલીટ કરીને માફી માંગી હતી.
કોંગ્રેસે-આપે સવાલો ઉઠાવ્યા
કોંગ્રેસના નેતા પવન ખેડાએ ટ્વિટ કર્યું, ‘શું મીડિયા ચેનલો ગુજરાતના ભાજપના ધારાસભ્ય યોગેશ પટેલની નેતાજી સુભાષ ચંદ્ર બોઝને આતંકવાદી ગણાવતી ટિપ્પણી પર ચર્ચા કરશે?’ AAPના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પાસેથી માફી અને કાર્યવાહીની માંગ કરી છે. બીજી તરફ કોંગ્રેસે આ મામલે ગંભીર વાંધો ઉઠાવીને સાયબર સેલમાં ફરિયાદ કરી છે.
પોસ્ટમાં આ ક્ષમા માંગી આ વાત કહી
ક્ષમા યાચના, સુભાષ ચંદ્ર બોઝ મારા માટે આદરણીય અને સન્માનીય નેતા છે અને દેશના હિત માટે મોટા કાર્યો કર્યા છે. તે હજુ પણ મારા હૃદયમાં વસે છે. તેમણે કરેલા કાર્યોથી હું ખુબ જ પ્રેરિત થયો છું, અને આગળ પણ તેમના માર્ગદર્શનથી જ વધ્યા છીએ. મારાથી અજાણતા દેશના આદરણીય નેતા માટે ભૂલથી અનુવાદન કરવામાં મારી ભૂલ થઇ ગઈ છે, તેના માટે ક્ષમા યાચના માંગુ છું. મારી ક્ષમા યાચનાને સ્વીકારશો.