અમદાવાદ : શહેરના નવા વાડજમાં આવેલ અક્ષર પ્રાથમિક શાળા દ્વારા તારીખ 13 થી 15 ફેબ્રુઆરી દરમ્યાન ફનફેર, વિજ્ઞાનમેળો તથા ફૂડ ફેસ્ટિવલ યોજાયો હતો. જેમાં કાર્યક્રમની શરૂઆત આવેલ મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી શરૂઆત કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ અને તેમને સમકક્ષ યુવાનોમાં વિજ્ઞાન પ્રત્યે રુચિ કેળવવા, જિજ્ઞાસાને સંતોષવા તથા સુષુપ્ત શક્તિઓનું અનાવરણ કરવા તક મળી રહે તેવા હેતુથી વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
અક્ષર પ્રાથમિક શાળા દ્વારા યોજાયેલ ફનફેર, વિજ્ઞાનમેળો તથા ફૂડ ફેસ્ટિવલમાં બાળકોએ મન મૂકીને વિવિધ પ્રવૃત્તિઓમાં ભાગ લીધો. વિજ્ઞાનમેળો સાથે ફનફેરમાં અનેક ગેમમાં ઇનામોની જીત સાથે ફૂડ ફેસ્ટિવલ જેમ બાળકોને ખીચું, પાણીપુરી અને ભાજીપાંઉ જેવી વાનગીઓ માણવામાં મોજ પડી ગઈ. એમાં વળી બાળકોએ બનાવેલ વિજ્ઞાનની કૃતિઓ અને વિવિધ પ્રોજેક્ટસ અને તેની સમજૂતી આખા આયોજનની મુખ્ય છબી બનીને ઉભરી આવી.
શાળાના આચાર્ય અક્ષરભાઈ જોશીના કહેવા મુજબ કોરોનાના કપરા કાળ પછી બાળકોને ફરી એકવાર એક આનંદના બુસ્ટર ડોઝની અનિવાર્યતા જણાતા, આ કાર્યક્રમનું આયોજન કરાયું જેનાથી તેનો ઉદ્દેશ્ય પણ સિદ્ધ થયો. આખા કાર્યક્રમની વિશેષતાઓ એ હતી કે બધી જ વાનગીઓ શિક્ષકોએ પોતાના હાથે બનાવી.
અક્ષરભાઈએ વિનમ્રતાથી મિર્ચી ન્યુઝને માહિતગાર કર્યા કે વિજ્ઞાન મેળાના દરેક પ્રોજેક્ટ માટે બાળકોને ઘરનો ખર્ચો ન થાય તે માટે શાળા તરફથી મોટાભાગનું ફંડિંગ અપાય છે. બાળકોમાં રહેલી વૈજ્ઞાનિક ઉત્સુકતા ને યોગ્ય દિશા મળે અને તેમના મનમાં ઉઠતા વિજ્ઞાનને લગતા પ્રશ્નોના ઉત્તર તેમના બનાવેલ પ્રોજેક્ટમાંથી જ મેળવે તો ભાવિમાં દેશને કદાચ કોઈ કલામ સાહેબ કે વિક્રમ સારાભાઈ સાહેબ મળી શકે.
PM મોદી સાહેબની શીખને ધ્યાનમાં લેતાં શાળા એ માત્ર ભણતર નહી પરંતુ બાળકને વ્યવહારિક જ્ઞાન આપનાર કેન્દ્રબિંદુ બને તો તેના જીવનનું ચક્ર હંમેશા ગતિ કરે અને તેની સાથે સાથે દેશની પણ ઉન્નતિ થાય.