અમદાવાદ : હાલ સુરતમાં ટ્રાવેલ્સ એસોસિએશન દ્વારા એક પણ બસ શહેરમાં ન પ્રવેશવા દેવા નિર્ણય કરાયો છે, ત્યારે સુરતના પડઘા અમદાવાદમાં પણ પડ્યા હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. સુરત બાદ અમદાવાદ ટ્રાવેલ્સ એસોસિએશને પણ પોતાની માંગને લઈ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીને આવેદન આપવાની તૈયારીઓ આરંભી છે. એસોસિએશન દ્વારા શહેરમાં રાત્રીના 9.30થી સવારના 8.00 વાગ્યા સુધી અને બપોરના 1.00થી સાંજના 4.00 વાગ્યા સુધી બસનો પ્રવેશ કરવા દેવાની માંગ કરાઈ છે. અત્યારે અમદાવાદમાં રાત્રે 11થી સવારે 7 સુધી જ બસને પ્રવેશ મળે છે.
અમદાવાદમાં ટ્રાવેલ્સ એસોસિએશને પણ પોતાની માંગ ઉઠાવી છે. એસોસિએશન દ્વારા બસને શહેરમાં રાત્રે 9.30થી સવારે 8 વાગ્યા સુધી અને બપોરે 1થી 4 પ્રવેશવા દેવાની મંજૂરી આપવા માંગ કરાઈ રહી છે. તેઓએ જણાવ્યું છે કે, પ્રશ્નનું નિરાકરણ નહીં આવે તો સુરતની જેમ અમદાવાદમાં બસ રિંગ રોડ પર ઉભી રાખી દેવામાં આવશે. તેઓએ ચીમકી ઉચ્ચારતા જણાવ્યું છે કે, જો તેમની માંગ નહીં સંતોષાય તો 28 તારીખે અમદાવાદ શહેરમાં ટ્રાવેલ્સ બસ શહેરની અંદર લાવવામાં આવશે નહીં. રિંગ રોડથી પેસેન્જરે જાતે પોતાની વ્યવ્સ્થા કરવાની રહેશે. મહત્વનું છે કે, અત્યારે અમદાવાદમાં રાત્રે 11થી સવારે 7 સુધી જ બસને પ્રવેશ મળે છે.