અમદાવાદ : હોળીના પર્વની દેશભરમાં ઉજવણી કરવાના આવી રહી છે. ત્યારે શહેરના નવા વાડજમાં આવેલ ગણેશ પ્રાથમિક શાળા તથા લાયોનેસ કર્ણાવતી ઈંગ્લિશ સ્કૂલના સંયુક્ત ઉપક્રમે શાળામાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ ધૂળેટીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ નવા વાડજમાં આવેલ ગણેશ પ્રાથમિક શાળા તથા લાયોનેસ કર્ણાવતી ઈંગ્લિશ સ્કૂલના સંયુક્ત ઉપક્રમે શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે ધૂળેટીની ઉજવણી કરવામાં આવી હતી. સૌ પ્રથમ નાના નાના ભૂલકાંઓ દ્વારા વકતૃત્વ તથા નૃત્ય દ્વારા ઉજવણી કરવામાં આવેલ. આ પ્રસંગે બાળકોએ હોલિકા દહનનું મહત્વ સમજાવતું નાટક પણ રજૂ કર્યું હતું. જેના દ્વારા સત્યનો અસત્ય પર વિજયનો સુંદર સંદેશ આપવાનો પ્રયાસ કર્યો હતો.
આ ઉપરાંત બાળકો દ્વારા ડાન્સનો અદભુત કાર્યક્રમ આયોજન રજુ કરવામાં આવ્યો હતો.કાર્યક્રમ દરમ્યાન બાળકોએ એકબીજાને રંગ લગાવી ધૂળેટીની શુભેચ્છાઓ પાઠવી હતી. ધુળેટીને લઈને ઉજવણીના કાર્યક્રમમાં બાળકોમાં ખુબ હર્ષોલ્લાસ જોવા મળ્યો હતો.બાળકોના ચહેરા પર છવાયેલ આનંદના રંગો નિહાળવા એ અદભૂત લાગણી હતી.