અમદાવાદ : અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાંથી દેશી દારૂનું કટિંગ થાય એ પહેલા SMC એ રેડ કરી 862 લિટર દેશી દારૂ કબ્જે કર્યો છે. મોંઘી ગાડીમાંથી દેશી દારૂનું કટિંગ થઈ રહ્યું હતું. પોલીસે મોંઘીદાટ ગાડી સાથે 8 આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે 3 આરોપીઓ ફરાર છે. હાલ તેમની શોધખોળ હાથ ધરી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી પાસે ગુલબાઈ ટેકરામાંથી સ્ટેટ મોનીટરીંગ સેલે (SMC) રેડ કરી 862 લિટર દેશી દારૂ ઝડપી પાડ્યો હતો. હેરિયર ગાડીમાંથી દેશી દારૂનું કટિંગ થઈ રહ્યુ હતું, તે દરમિયાન SMC એ રેડ કરી હતી. SMC એ 17,240 રૂપિયાના દેશી દારૂ, 12 લાખની ગાડી, 2 મોબાઈલ ફોન અને રોકડ સહિત 12,48,130 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. કુલ 8 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે 3 આરોપી ફરાર છે જેમની શોધખોળ ચાલુ છે.
SMC દ્વારા સમગ્ર મામલે 12,48,130 રૂપિયાનો મુદ્દામાલ સહીત મોતી પરમાર, નારણ પરમાર અને ડ્રાઇવર રાહુલ રાવલ સહિત 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. મુખ્ય આરોપી ચંદન સેજવાની, દારૂ ભરી આપનાર મહેસાણાનો વિષ્ણુ ઠાકોર દારૂ લોડિંગ કરાવનાર મનોજ વાળંદ ફરાર છે. ત્રણેય ફરાર આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તેમની શોધખોળ હાથ ધરી છે.