અમદાવાદ : અમદાવાદમાં દિવસે દિવસે ટ્રાફિકની સમસ્યા વધી રહી છે રસ્તા પર પૂર ઝપાટે દોડતા વાહનોને કારણે રાહદારીઓને રસ્તો ઓળંગવામાં ઘણી જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે આ જ બાબતને ધ્યાન પર રાખી શાહીબાગ ડફનાળાથી એરપોર્ટ જતા વી.આઇ.પી. રોડને ક્રોસ કરી કેન્ટોનમેન્ટ બોર્ડની પ્રીમાઇસીસમાં કેમ્પના હનુમાન મંદીરના ગેટ પાસે ફૂટ ઓવર બ્રીજ બનાવવાનું કામ મંજૂર કરવામાં આવ્યું છે. જેમાં કેમ્પ હનુમાન મંદિરના ગેટ પાસે ફુટઓવર બ્રીજ બનાવવાનું આયોજન કરવામાં આવેલ છે
અમદાવાદ શહેરને વધુ સ્માર્ટ બનાવવા માટે શાહીબાગમાં બે ફ્રુટ ઓવરબ્રીજ બનાવવાના કામને મંજુરી આપવામાં આવી હતી. મ્યુનિ. રોડ એન્ડ બિલ્ડીંગ કમિટિ ચેરમેન મહાદેવભાઈ દેસાઈ અને ડેપ્યુટી ચેરમેન શંકરભાઈ ચૌધરીએ આ અંગે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે શાહીબાગ કેન્ટોનમેન્ટ વિસ્તાર પાસે કેમ્પના હનુમાનના ગેટ પાસે તેમજ રાજસ્થાન હિન્દી હાઈસ્કુલ પાસે ફ્રુટ ઓવર બ્રીજ બનાવવામાં આવશે. જેના કારણે રાહદારીઓને રસ્તો ઓળંગવામાં ઘણી સરળતા રહેશે.
આ બંને ફ્રુટઓવર બ્રીજની ઉંચાઈ 5.5 મીટર તેમજ પહોળાઈ 3.5 મીટર રહેશે. બંને ફ્રુટ ઓવરબ્રીજની બંને તરફ 20 પેસેન્જરની લીફટ ઈન્સ્ટોલ કરવામાં આવશે. શાહીબાગમાં તૈયાર થનાર આ બે ફ્રુટઓવર બ્રીજ માટે રૂા.3.94 કરોડનો ખર્ચ થશે.