અમદાવાદ : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 20 મે ના રોજ અમદાવાદ આવશે. તેઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ઔડા અંતર્ગત આવતા ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. આ ઉપરાંત ગાંધીનગર લોકસભા અંતર્ગત આવતા વિસ્તારની યોજનાઓના ઉદ્ઘાટન પણ કરવામાં આવશે. આ ઉપરાંત અમિત શાહ AMC ના અંદાજીત 500 કરોડથી વધુના કાર્ય ખુલ્લા મુકશે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 20 મે ના રોજ અમદાવાદ આવશે. નારણપુરા વિસ્તારમાં 1.5 કરોડના ખર્ચે જીમનેશિયમ અને 1.5 કરોડના ખર્ચે લાયબ્રેરી, પોતાના મતવિસ્તાર ચાંદલોડીયામાં 17 કરોડના ખર્ચે સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું લોકાર્પણ કરશે. આ સિવાય 300 કરોડના ખર્ચે 2500 આવાસના ડ્રો કરશે.અમિત શાહના આગમનને લઈ ગાંધીનગર લોકસભાનું વહિવટી તંત્ર પણ સક્રિય થઈ ગયું છે.