અમદાવાદ : અમદાવાદમાં એક વેપારીને મોબાઈલ એપ્લિકેશન મારફતે લીધેલ લોન લેવી ભારે પડી છે. લોનની રકમ ચૂકવવા બાબતે બદનામ કરવાની ધમકી આપી હતી. જો પૈસા ન આપે તો વેપારીને મોર્ફ ફોટા વાયરલ કરવાની ધમકી આપી હતી. જો કે વેપારીએ એપ્લિકેશનમાંથી 1.62 લાખની લોન મેળવી હતી. 1.62 લાખની લોન સામે 2.48 લાખ લોનની રકમ ચૂકવી દિધા બાદ પણ વેપારીને મેસેજ અને વોટ્સએપ કોલ કરી ધાકધમકી આપી વેપારીના મોર્ફ્ડ ફોટા તેનાં સગાં સંબંધીને ઠગબાજોએ મોકલ્યા હતા.આખરે વેપારીએ સાયબર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી. જો તમે પણ ઓનલાઈન એપ્લિકેશન મારફતે લોન લેવા ઈચ્છતા હોય તો સાવચેતી અને સાનવધાની રાખવી જરૂરી છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ વાસણામાં રહેતા અને ત્રણ દરવાજા પાસે કપડાંની દુકાન ધરાવતા વેપારીએ થોડા દિવસ પહેલાં ફેસબુક ઉપર તરત ઇઝી લોન નામની જાહેરાત જોઈ તેનાં પર ક્લિક કરતાં એક ફોર્મ ખુલ્યું હતું. વેપારીએ તેમાં પોતાની તમામ પર્સનલ વિગતો ભરી હતી. એક દિવસ પછી તેને અજાણ્યા મોબાઈલ નંબરથી ટેક્સ્ટ મેસેજ આવ્યો હતો કે યોર લોન ઈસ પ્રોસેસ, પ્લીઝ ક્લિક ઓન લિંક. જિનલે લિંક ક્લિક કરતાં એક વેબપેજ ખુલ્યું હતું અને તેમાં નામની અલગ અલગ એપ હોવાથી જિનલે તમામ એપ ડાઉનલોડ કરી હતી. ટુકડે ટુકડે જિનલે 1.62 લાખની લોન લીધી હતી.
વેપારીએ 2.48 લાખ લોન ભરપાઈ કરી દીધી હતી, છતાં થોડા દિવસ બાદ તેને અલગ અલગ મોબાઈલ નંબર પરથી વોટ્સએપ કોલ અને મેસેજ કરી ધમકી મળતી હતી કે કેસ આપો નહીં તો તમારા ન્યૂડ ફોટા વાઈરલ કરી દઈશું. લોન ભરી દીધી હતી છતાં વેપારીએના મિત્રો અને સગાં સંબંધીઓને વેપારીએના મોર્ફ્ડ ન્યૂડ ફોટા મોકલ્યા હતા. આથી વેપારીએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ સ્ટેશનમાં ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે.
આ અગાઉ અમદાવાદમાં જ મહિલાને પણ એપ્લિકેશન મારફતે લોન લેવી ભારે પડી હતી. લોનની રકમ ચૂકવવા બાબતે બદનામ કરવાની ધમકી આપી હતી. જો પૈસા ન આપે તો મહિલાના ફોટા વાયરલ કરવાની ધમકી આપી હતી. જો કે મહિલાએ એપ્લિકેશનમાંથી 2 લાખ 48 હજારની લોન મેળવી હતી. લોનની રકમ ચૂકવી દિધા બાદ પણ મહિલા પાસે પૈસાની માંગણી કરતા મહિલાએ સાયબર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી. જો તમે પણ ઓનલાઈન એપ્લિકેશન મારફતે લોન લેવા ઈચ્છતા હોય તો સાવચેતી અને સાનવધાની રાખવી જરૂરી છે.