અમદાવાદ : બિપરજોય વાવાઝોડાની અસરો પૂર્ણતાના આરે છે ત્યારે જોખમ ઘટતા આજે તા.17-06-23 અને શનિવારના રોજ દર્શનાર્થીઓ માટે શ્રી સોમનાથ મંદિર તેમજ ટ્રસ્ટ હસ્તકના તમામ મંદિરો તેમના નિયત સમયે ખુલશે અને યાત્રીઓ દર્શન-પૂજન કરી ધન્ય બનશે.
બિપરજોય વાવાઝોડા અને તેની આડ અસરોને ધ્યાને લઈને શ્રી સોમનાથ મંદિર તથા ટ્રસ્ટ હસ્તકના શ્રી અહલ્યાબાઈ મંદિર, શ્રી ભાલકા મંદિર, શ્રી ગીતા મંદિર, શ્રી રામ મંદિર, ત્રિવેણી સંગમ, શ્રી શશિભૂષણ મહાદેવ મંદિર, પ્રાચી ખાતેના ટ્રસ્ટ હસ્તકના તમામ મંદિરો દર્શનાર્થીઓ માટે તા.15 તથા તા.16 બે દિવસ માટે બંધ રાખવામાં આવેલ હતા.
ઉલ્લેખનીય છે કે, વાવાઝોડાના ખતરાને જોતા દર્શનાર્થીઓ માટે સોમનાથ મંદિર બંધ કરી દેવાયું હતું. જે બાદ હવે વાવાઝોડાનો ખતરો ટળતા સોમનાથ મંદિર ફરીથી શ્રદ્ધાળુંઓ માટે ખુલશે.