21.7 C
Gujarat
Saturday, December 21, 2024

અમદાવાદીઓ માટે કોર્પોરેશનનું ટેક્સ બિલ ભરવું હવે થયુ સરળ, QR કોડથી ઘરે બેઠા ભરી શકાશે ટેક્સ

Share

અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના ટેક્સ વિભાગ દ્વારા મિલકતધારકો હવે ઓનલાઈન ટેક્સના નાણાં QR કોડ સ્કેન કરી ભરી શકશે. ટેક્સ વિભાગ દ્વારા મોકલવામાં આવતા બિલમાં જ QR કોડ સ્કેન આપવામાં આવ્યો છે. જે સ્કેન કર્યા બાદ સીધા ઓનલાઈન નાણા ચૂકવી શકશે. કોઈ પણ પ્રકારની માહિતી તેમને ભરવાની રહેશે નહીં. આમ હવે ડિજિટલ ઇન્ડિયા તરફ આગળ વધતા લોકો પોતાના બિલ ઓનલાઈન ભરી શકશે.

AMCના ટેક્સ વિભાગ દ્વારા ચાલુ વર્ષ 2023-24માં જુલાઈ માસમાં ચાલુ વર્ષના બિલો છપાવી કરદાતાઓને વિતરણ કરવાની કામગીરી શરૂ કરેલ છે. બિલમાં આપવામાં આવેલા QR કોડ ઉપરાંત મ્યુનિસિપલ કોર્પોરેશનના વોટ્સએપ મોબાઈલ નંબર +91 7567855303 પર Hi લખીને મેસેજ કરે તો ચેટબોટ મારફતે પણ તેઓ પોતાના ટેક્સ બિલ મેળવી અને આપેલી લીંક ઉપરથી નાણાંની ચૂકવણી કરી શકશે. આમ હવે લોકોને સિવિક સેન્ટર પર જઈ અને બિલ ભરવાની જરૂરિયાત રહેશે નહીં.

ટેક્સ વિભાગમાં થતા ભ્રષ્ટાચારને રોકવા માટે હવે ઓનલાઇન પેમેન્ટ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. પરંતુ સિવિક સેન્ટર ઉપર ઓનલાઈન QR કોડ સ્કેન કરીને અથવા તો લિંક મારફતે પેમેન્ટ કરવાની સિસ્ટમ ગોઠવવામાં આવી નથી. ભૂતકાળમાં ટેક્સ વિભાગમાં થયેલા ભ્રષ્ટાચારમાં સેન્ટરો ઉપરથી જ સમગ્ર કૌભાંડ સામે આવ્યું છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles