25.9 C
Gujarat
Sunday, December 22, 2024

સ્ટેડીયમ વોર્ડનો એકમાત્ર ઓરમાયો રોડ, વર્ષોથી ઉબડખાબડ છે, રહીશો ત્રાહિમામ !!

Share

અમદાવાદ : આપણા નવા વાડજ વિસ્તારનો વિકાસ બે વોર્ડમાં વહેંચાઈ કોઈક જગ્યાએ વૃદ્ધિ પામ્યો છે, તો અમુક જગ્યાએ રૂંધાયો છે.સમગ્ર નવા વાડજ વિસ્તારને બે અલગ અલગ સરદાર પટેલ સ્ટેડિયમ વોર્ડ અને નવા વાડજ વોર્ડમાં વહેંચી દઈ તેના વિકાસની જવાબદારીઓ પણ વહેંચાઈ ગઈ છે ત્યારે સમગ્ર વિસ્તારના રોડ રસ્તા મોટા ભાગે સારી રીતે ડેવલપ કરવામાં આવ્યા હતા.જેમ કે સ્વિમિંગ પુલથી વ્યાસવાડી, હોય કે પછી ભીમજીપુરાથી જુનાવાડજ હોય કે ભીમજીપુરાથી કિરણપાર્ક હોય; રોડ રસ્તાનો વિકાસ અને કાઉન્સીલરની સેવાભાવના સ્પષ્ટ દેખાય છે.

પરંતુ આજે અમે તમને એવા રોડની વાત કરવા જઈ રહ્યા છીએ કે જયાં સિનિયર કાઉન્સીલર પોતે રહે છે, વર્ષોથી આ રોડ બન્યો નથી, જયારે ત્યારે માત્ર થીંગડા મારી ચલાવવામાં આવી રહ્યો છે. સ્ટેડીયમ વોર્ડમાં આવેલ રામાપીરના ટેકરાથી ઓઝોન આંગન ટાવર થઈને સ્વિમિંગ પૂલ પાસેના ફુવારા સુધીના રોડની હાલત જોવામાં આવે તો કોઈ ગામડાના રોડથી બદતર હાલતમાં હોય એ સ્થિતિમાં સરકારનો વિકાસ ઘૂંટણીએ પડેલો દેખાય છે. મ્યુ કોર્પોરેશનના જાગૃત કાઉન્સિલરની સેવા ભાવના તો એ છે કે પોતે એ રોડ પર રહેતા હોવા છતાં પણ એ રોડ બનાવ્યો નથી. પણ એમના આ ત્યાગમાં એમને જ વોટ આપનાર નાગરિકની હેરાનગતિનું શું ? આખા રોડ પર ઠેર ઠેર કોન્ટ્રાકટરને ઈચ્છા થઈ તેમ ડામરના થીંગડા પાથરી દેવામાં આવ્યા છે..જેના લીધે થોડા ભાગમાં રોડ ઊંચો વચ્ચેના ભાગમાં સપાટીથી નીચો અને ત્રીજા ભાગમાં પાછો એક લપેડો..એ ખાડા વાળો ઢાળ જ્યાં ઊંચાઈ વાળા રોડને મળે છે, એની ધારી પર ટાયર ફરવાથી અસંખ્ય લોકો અકસ્માતનો ભોગ બને છે..અને વરસાદ આવે ત્યારે ઢાળ જ્યાં પૂરો થાય ત્યાં રોડ પર રહેતા રહીશોના આંગણે ખાબાચીયું ભરાયેલ રહે છે અને એ વરસાદ બંધ થાય એટલે એમાં જીવાત થાય છે.

સ્થાનિકોની ફરિયાદ મુજબ કાઉન્સીલરને છેલ્લા 3 વર્ષથી રજૂઆત કરવા જનાર નાગરિકને RCC રોડની લોલીપોપ આપવામાં આવે છે. અને સ્થાનિકોની ચર્ચાઓ મુજબ ફૂટપાથના બજેટ પાસ થયા અને કોર્પોરેશનના ચોપડે બની ગયેલ પણ બતાવવામાં આવ્યા પણ કેટલાય વર્ષોથી આ રોડ પર કોઈ ફૂટપાથ બની નથી.

આ રોડની અન્ય સમસ્યાઓની વાત કરીએ તો નજીકમાં જ રામકોલોની ચાર રસ્તા પછી બમ્પ મૂકવામાં આવ્યો છે કે તેના પર વર્ષોથી કલર કરી બમ્પ ઇન્ડિકેટ કરાયો નથી, અને તેને લીધે ઘણીવાર ઘરડા માણસોથી લઇ યુવાનો ઉછળી ઉછળીને પટકાય છે. આસપાસના રહીશો હવે આવા લોકોની સેવા કરવામાં તીર્થ યાત્રાનું પુણ્ય સમજી સેવામાં લાગી જાય છે..

સ્થાનિકો પૂછી રહ્યા છે કે જયારે શહેરમાં સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે, ચારે તરફ રોડ અને ફુટપાથ સમયાંતરે નવા બની રહ્યાં ત્યારે કોઈ એક ચોક્કસ રોડ સાથે આવું ઓરમાયું વર્તન શા માટે? જ્યારે આ રોડ પર આવેલ ટાવરમાં અને સામસામે ફ્લેટમાં મોટી સંખ્યામાં રહીશો આ રોડનો ઉપયોગ કરે છે.રોડના ઘણા ખૂણે નકરી ગંદકી છે પણ ત્યાં કોર્પોરેશન એમ બહાનું બતાવે છે કે અહી ટ્રાવેલની બસો પડી હોય તો અમે કઈ રીતે સાફ સફાઈ કરીએ!!

તમને જણાવી દઈએ કે મ્યુ કોર્પોરેશનના આ પ્રકારના ઓરમાયા વર્તનને કારણે આ રોડનું નવું નામકરણ કરવામાં આવ્યું છે. આ રોડને ઓરમાયો રોડ તરીકે લોકો કહી રહ્યા છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles