27.8 C
Gujarat
Friday, November 22, 2024

અમદાવાદની આ શાળાના વિધાર્થીઓએ બનાવી 30 હજારની 325 ફૂટ લાંબી રાખડી, G-20 અને ચંદ્રયાન 3ની થીમ

Share

અમદાવાદ : આજે રક્ષાબંધનના પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સ્કૂલમાં ભણતા બાળકોએ આ પર્વની અનોખી રીતે ઉજવણી કરી છે. અમદાવાદની સાધના વિનય મંદિરના વિદ્યાર્થીઓએ G-20 અને ચંદ્રયાન-3ની થીમ પર 325 ફૂટ રાખડી બનાવી છે. સ્કૂલના વિદ્યાર્થીઓ છેલ્લા 2006થી જુદી જુદી થીમ પર રાખડીઓ બનાવી રહ્યા છે. આ વર્ષે તાજેતરમાં ચાલી રહેલા G-20 અને ચંદ્રયાન થીમ પર રાખડી બનાવવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદના ભુયંગદેવ વિસ્તારમાં આવેલી સાધના વિનય મંદિર સ્કૂલ દ્વારા 325 ફુટ લાંબી રાખડી તૈયાર કરવામાં આવી છે. હાલમાં જ ચંદ્રની સપાટી પર સોફ્ટ લેંડીગ કરીને ભારતનું ચંદ્રયાન મિશન સફળ થયું અને આખી દુનિયામાં ભારતે ઈતિહાસ રચી દીધો. ઈસરોના વૈજ્ઞાનિકોની આ સફળતાને પણ આ રાખડીમાં કંડારવામાં આવી છે. સાથે સાથે હાલ આપણો દેશ G-20 દેશોની આગેવાની રહ્યો છે. ત્યારે G-20 વસુધૈવ કુટુંબ કમની થીમને પણ આ રાખડીમાં ઉજાગર કરવામાં આવી છે.

છેલ્લા બાર દિવસની મહેનત પછી 100 મીટર કાપડ, 300 નંગ ઝુમકા, 180 જેટલા સ્ટીકર, ટાંકણી અને સેલોટેપ આ સમગ્ર વસ્તુના આધારે આ રાખડી તૈયાર કરવામાં આવી છે. રાખડી તૈયાર કરવામાં શાળાના 35 વિદ્યાર્થીઓ અને ત્રણ શિક્ષકોની મહેનત છે. પાછલા 18 વર્ષથી અલગ અલગ થીમ પર લાંબી રાખડીઓ તૈયાર કરવામાં આવે છે. આ વખતે G-20 અને ચંદ્રયાન થીમ પર રાખડી તૈયાર કરીને ઉજવણી કરવામાં આવી રહી છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles