અમદાવાદ : શહેરના નવા વાડજમાં ઢોર પકડવા આવેલી પાર્ટી સાથે માલધારી વૃદ્ધની ધક્કામુક્કી દરમિયાન માલધારી સમાજના એક વૃદ્ધનું હાર્ટ એટેક આવતા મોત થયું છે. વૃદ્ધનું મોત હાર્ટએટેકના કારણે થયું હોવાનો માલધારીઓ આક્ષેપ કરી રહ્યાં છે. અને પરિવાર મૃતદેહ લઇને ઉસ્માનપુરા AMC ઓફિસ પહોંચ્યો છે.અને ન્યાય માટે હંગામો મચાવ્યો હતો.
વિગતવાર જોઈએ તો, આજે સવારના સમયે નવા વાડજ વિસ્તારમાં ઢોર પકડવાની ટીમના 15 થી વધુ લોકોની ટીમ આવી હતી. તેઓએ વૃદ્ધના ઘરે બાંધેલી ગાયોને છોડીને લઈ જવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે સમયે માલધારી વૃદ્ધ વ્યક્તિ વચ્ચે જ બેસી ગયા અને બાંધેલી ગાયોને છોડીને લઈ જતા રોકી હતી. મહાપાલિકાની ઢોર પકડવા ગયેલી ટીમ સાથે ધક્કા મુક્કીના દ્રશ્યો જોવા મળ્યા હતા. આ દરમિયાન એક વૃદ્ધનું હાર્ટ એટક આવતા મોત નિપજ્યું હતું. હંગામાનો માહોલ શોકમાં ફેરવાયો હતો.અને પરિવાર મૃતદેહ લઇને ઉસ્માનપુરા AMC ઓફિસ પહોંચ્યો છે.અને ન્યાય માટે હંગામો મચાવ્યો હતો.
સ્થાનિક રહીશોના મતે ઢોર પકડવાની ટીમ સાથે થયેલ ઘર્ષણ બાદ આ સમયે ઢોર પકડવા આવેલી ટીમના શખ્સોએ માર માર્યો હતો. અને વૃદ્ધના છાતી પર પણ લાત મારી હોવાનો આક્ષેપ લાગ્યો છે. સ્થાનિકોના મતે સમગ્ર મામલે માલધારીઓ ભારે આક્રોશમાં છે. વૃદ્ધના મોત બાદ આવેલી ટીમના આધિકારીઓ દોડી આવ્યા હતા.