18.5 C
Gujarat
Sunday, December 22, 2024

પોલીસકર્મી તોડકાંડ કેસ : તમામ સરકારી વાહનો પર લાગશે QR કોડ લાગશે, સીધી ફરિયાદ થશે

Share

અમદાવાદ : થોડા દિવસો પહેલા અમદાવાદના દંપત્તી સાથે પોલીસે કરેલા તોડનો કાંડ હવે હાઇકોર્ટના સ્તરે ખુબ જ ગાંઝી રહ્યો છે. હાઇકોર્ટના જજ પણ પોલીસની આવી હરકતથી સ્તબ્ધ છે. ત્યાર બાદ રાજ્ય સરકાર દ્વારા મહત્વપુર્ણ નિર્ણય લેવાયો છે. જેમાં રાજ્ય સરકારે કોર્ટમાં માહિતી આપતા જણાવ્યું કે, તમામ જાહેર પરિવહનના વાહનો પર હવે QR કોડ લગાવવાનું આયોજન કર્યું છે. જેથી પોલીસ દ્વારા થતી કોઇ પણ હેરાનગતિ કે પરેશાનીના સંજોગોમાં QR કોડ સ્કેન કરીને સીધી જ ફરિયાદ દાખલ કરાવી શકાશે.

નાગરિક QR કોડ સ્કેન કરશે તેનાથી તેને તે વાહનમાં રહેલા સ્ટાફ વિશે માહિતી મળશે સાથે સાથે તેની સાથે થયેલી ગેરવર્તણુંક કરનાર ચોક્કસ કર્મચારી કે સમગ્ર સ્ટાફની ફરિયાદ પણ કરી શકશે. આ ફરિયાદ કર્મચારીના ઉછ્ચ અધિકારી ઉપરાંત હેડક્વાર્ટર ખાતે પણ જશે. જેથી જો ઉચ્ચ અધિકારી છાવરવાનો પ્રયાસ કરે તો પણ ઉચ્ચ સ્તરેથી કાર્યવાહી થશે.

અમદાવાદના સાઉથ બોપલ વિસ્તારમાં રહેતા મિલનભાઈ કૈલા અને તેમના પત્ની 26 ઓગસ્ટનાં રાત્રીનાં સુમારે ઉબેર કારમાં એરપોર્ટથી ઘરે આવવા નીકળ્યા હતા. આ દરમિયાન ઓગણજ સર્કલ નજીક ટ્રાફિક પોલીસે તેમની ટેક્સીને રોકી હતી. જે બાદ ટ્રાફિક પોલીસે ઉબેર કારમાં બેઠેલા મિલનભાઈ કૈલા અને તેમના પત્ની પાસેથી પૈસાની માંગણી કરી હતી. ઓગણજ સર્કલ નજીક એરપોર્ટથી આવતી ટેક્સીને રોકી ટ્રાફિક પોલીસકર્મીએ કારમાં બેસેલા પેસેન્જર પાસેથી 2 લાખની માંગણી કરી હતી અને તેમને ધમકી આપી હતી. જે બાદ તેઓએ મિલનભાઈ પાસેથી 40 હજાર રોકડા પડાવ્યા હતા. જ્યારે ફરિયાદીના પત્નીના ફોનમાંથી ઉબેરના ડ્રાઈવરના ફોનમાં 20 હજાર ટ્રાન્સફર કરાવ્યા હતા.

સમગ્ર ઘટના બાદ સરકારે માર્ગદર્શિતા બનાવતા કહ્યું છે કે, ફરજ પરના પોલીસકર્મીઓ યુનિફોર્મ અને નેમ પ્લેટ વગર ફરી શકશે નહીં, રાત્રે મહિલાઓની સુરક્ષા માટે મહિલા પોલીસકર્મીઓ તૈનાત કરાશે. અમદાવાદ પોલીસ કમિશનરે તમામ પોલીસ સ્ટેશન અને કમિશનરની હકુમતમાં આવતા વિસ્તારો માટે માર્ગદર્શિકા જાહેર કરી હોવાની સરકારે હાઇકોર્ટમાં રજૂઆત કરી છે. જેના પર હાઇકોર્ટે અમદાવાદમાં જ નહીં પરંતુ રાજ્યભરમાં આ માર્ગદર્શિકા જાહેર કરવાની ટકોર કરી છે.

આ મામલે હાઈકોર્ટે કડક શબ્દોમાં કહ્યું હતું કે, કાયદાના રક્ષક જ ભક્ષક બને તે વ્યાજબી નથી. જાહેર પરિવહનના વાહનમાં હેલ્પલાઈન નંબર ડિસ્પ્લે થવા જોઈએ. હેલ્પલાઈન નંબર મુસાફરોને યોગ્ય રીતે દેખાવવા જોઈએ. નાગરિકોના અધિકારોનું હનન થતા સરકારે વળતર ચૂકવવું જોઈએ.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles