અમદાવાદ : અમદાવાદના નારણપુરા વિસ્તારમાં રોડ કપાત મુદ્દે વિવાદ સર્જાયા બાદ હવે રોડ કપાતનો નિર્ણય હાલ પૂરતો સ્થગિત રાખવામાં આવ્યો છે. નારણપુરાના રહીશોના ઉગ્ર વિરોધ બાદ AMCએ રોડ કપાતનો નિર્ણય સ્થગિત રાખ્યો છે. મેયર અને સ્થાનિક કાઉન્સિલરોની બેઠકમાં આ નિર્ણય લેવાયો. સાથે જ મનપાના સત્તાધીશોએ સ્થાનિકોને રોડ કપાતમાં વિરોધમાં લગાવેલા બેનરો ઉતારી લેવા વિનંતી કરી છે.
આ અગાઉ અમદાવાદના નારણપુરા રેલવે ક્રોસીંગથી નારણપુરા ગામ સુધીના હયાત ૮૦ ફૂટના રોડને પહોળો કરી સો ફૂટનો કરવાના તંત્રના નિર્ણય સામે લોકોમાં જાગૃતિ લાવવા નારણપુરા લોક હિત રક્ષક સમિતિ દ્વારા બેનરો દ્વારા ઉગ્ર વિરોધ, સ્થાનિક રહીશોમાં પત્રિકા વહેંચવામાં આવી હતી, જો કે AMCએ રોડ કપાતનો નિર્ણય સ્થગિત રખાતા લોકોમાં નારાજગી દૂર થશે.