અમદાવાદ : અમદાવાદના કાંકરિયા વિસ્તારમાં કોર્પોરેશનની સ્કૂલમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે.અસામાજિક તત્વોએ શાળામાં આગ લગાવી છે. શાળા તો 2021થી બંધ છે.પરંતુ અસામાજિક તત્વોનો ત્રાસ છે.તેવામાં હવે શાળામાં આગ લગવવામાં આવતા મુખ્ય શિક્ષકે પોલીસ વિભાગને અરજી કરી છે. તેમજ કાગડાપીઠી પોલીસ કાર્યવાહી કરી તેવી રજૂઆત કરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદના કાંકરિયા વિસ્તારમાં બુધવારે AMCની સ્કૂલમાં આગ લાગવાની ઘટના બની હતી. પારસી અગીયારી પાસે આવેલી ગુજરાતી શાળા નંબર 4માં ગઈકાલે સાંજે આગ લાગી હતી. બનાવની જાણ થતાં જ ત્યાં પહોંચેલી ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો હતો. જો કે શાળા બંધ હોવાને લઈને કોઈ જાનહાની થઈ નહોતી.હવે શાળામાં આગ લગવવામાં આવતા મુખ્ય શિક્ષકે પોલીસ વિભાગને અરજી કરી છે. તેમજ કાગડાપીઠી પોલીસ કાર્યવાહી કરી તેવી રજૂઆત કરી છે.
કાંકરિયા વિસ્તારમાં આગ લાગવાની ઘટનામાં કારણે સ્કૂલનો મોટાભાગનો સામાન બળીને ખાખ થઈ ગયો છે. આગ લાગવાને લઈ સ્કૂલ પ્રશાસન દ્વારા કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં અરજી કરાઈ છે. સ્કૂલમાં અસામાજિક તત્વો દ્વારા આગ લગાવવામાં આવ્યાની ભીતિ છે, તેમજ કમ્પાઉન્ડમાં બાળકો ફટાકડા ફોડતા આગ લાગ્યાનું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ત્યારે આગ કેવી રીતે લાગી તેનું સાચું કારણ તો પોલીસ તપાસમાં જ સામે આવશે.