અમદાવાદ: અમદાવાદની વધુ એક રેસ્ટોરન્ટની ગંભીર બેદરકારી સામે આવી છે. મસાલા પાપડમાંથી જીવતો વંદો નીકળ્યો છે, જેનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. શહેરના ડ્રાઇવ ઈન રોડ પર આવેલી કબીર રેસ્ટોરન્ટનો બનાવ છે. જ્યાં મસાલા પાપડમાં વંદો નીકળ્યો હતો. ઘટનાને પગલે ગ્રાહકોમાં રોષ જોવા મળી રહ્યો છે. રેસ્ટોરન્ટમાં જમવા ગયેલા ગ્રાહકે વીડિયો વાયરલ કર્યો છે. શરૂઆતના ઓર્ડરમાં જ વંદો નીકળતા જમ્યા વિના જ ગ્રાહક પરત ગયા હતા.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદના ડ્રાઈવ ઇન રોડ પર આવેલ કબીર રેસ્ટોરન્ટમાં મસાલા પાપડમાંથી વંદો નીકળ્યો છે. કબીર રેસ્ટોરન્ટની ગંભીર બેદરકારી બદલ ગ્રાહકે સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કર્યો છે. ઓર્ડરની શરૂઆતમાં જ વંદો નીકળતા જમ્યા વિના ગ્રાહક પરત ફર્યો હતો. આવી ગંભીર બેદરકારીના અવાર નવાર અનેક હોટલો અને પીઝા પોઈન્ટના વીડિયો સામે આવે છે.
આ અગાઉ અમદાવાદના નારણપુરાના એક રેસ્ટોરન્ટમાં સીંગમાંથી જીવાત અને જોધપુરના પિઝા સેન્ટરમાં પિઝામાંથી જીવાત નીકળતા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ગ્રાહક દ્વારા સ્વિગી પર ઓર્ડર કરેલા પિઝા બોક્સમાંથી વંદો નીકળ્યો હતો. આ અગાઉ પણ બોપલ અને એલિસબ્રિજ ખાતે પણ પિઝામાંથી જીવાત નીકળી હતી. જે બાદ એલિસબ્રિજ વિસ્તારમાં આવેલા લા પિનોઝ પિઝા સેન્ટરને સીલ મારી દેવામાં આવ્યું હતું.