અમદાવાદ : શહેરમાંથી પસાર થતી સાબરમતી નદી ફરી એકવાર સ્યૂસાઇડ પોઇન્ટ બની હોવા તેવા આંકડા સામે આવ્યા છે.શહેરમાં એક તરફ લોકો તહેવારની ઉજવણી કરી રહ્યા છે. તો બીજી તરફ કેટલા લોકોના ઘરે ખુશીઓ માતમમાં ફેરવાઈ છે. શહેરની સાબરમતી નદીમાંથી ત્રણ કલાકમાં એક બે નહીં પણ ચાર લોકોના મૃતદેહ મળી આવ્યા છે. જેમાં ત્રણ પુરુષ અને એક મહિલાનો સમાવેશ થાય છે. હાલ તો આ તમામના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડાયા છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદ શહેરમાંથી આ ચાર મૃતદેહ સાબરમતી નદીના અલગ-અલગ બ્રિજ નજીકથી મળી આવ્યા છે. આંબેડકર બ્રિજ નજીકથી પુરુષનો મૃતદેહ મળી આવ્યો છે. સરદાર બ્રિજ નજીકથી મળી આવ્યો યુવકનો મૃતદેહ મળ્યો છે. એલિસબ્રિજ નજીકથી મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે. તમામ મૃતદેહોને પીએમ માટે સિવિલ ખસેડાયા છે. આમ એક જ દિવસમાં અને એમાંય ત્રણ કલાકમાં એક બે નહીં પણ ચાર લોકોના મૃતદેહ મળી આવ્યા છે.આ તમામના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડાયા છે.
સાબરમતી નદીમાં ઝંપલાવી આત્મહત્યાના કિસ્સા વધતાં મ્યુનિસિપલ તંત્ર દ્વારા તમામ બ્રિજ પર ઉંચાઇવાળી લોખંડની જાળી લગાવી દેવાઇ છે. જેના કારણે ગત વર્ષોની તુલનામાં ચાલુ વર્ષે બ્રિજ પરથી નદીમાં પડવાના કિસ્સાઓમાં ભારે ઘટાડો થયો હતો.પરંતુ એક જ દિવસમાં અને એમાંય ત્રણ કલાકમાં એક બે નહીં પણ ચાર લોકોના મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.