અમદાવાદ : તાજેતરમાં ત્રણ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં ઐતિહાસિક જીત બાદ ભાજપ ઉત્સાહિત છે અને લોકસભાની ચૂંટણીની તૈયારીમાં લાગી ગયું છે. આ વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની એક તસવીર વાયરલ થઈ રહી છે. અમિત શાહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે. આમાં તે બે નાની બાળકીઓ સાથે ચેસ રમતા જોવા મળ્યા હતા.
View this post on Instagram
અમિત શાહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે. જેમાં તેઓ બંને પૌત્રીઓ સાથે ચેસ રમી રહ્યાં છે. તેમણે આ તસવીર સાથે લખ્યું છે કે, એક સારી ચાલ માટે સમજૂતિ ના કરો પરંતુ હંમેશા શ્રેષ્ઠ (સારાથી સંતોષ માનશો નહીં, હંમેશા શ્રેષ્ઠતમ તરફ આગળ વધો) શોધો. તમને જણાવી દઈએ કે અમિત શાહ રાજકારણમાં સફળ હોવાની સાથે સાથે સારા સ્પોર્ટ્સ મેન પણ છે. અમિત શાહને ક્રિકેટ અને ચેસનો ખૂબ શોખ છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને રાજકારણના ચાણક્ય કહેવામાં આવે છે. તેઓ રાજકીય પીચ પર ચેકમેટ કોને અને કેવી રીતે કરવા તે સારી રીતે જાણે છે. પરંતુ આ સિવાય આજે તે પોતાની પૌત્રીઓને ચેસ શીખવી રહ્યાં છે. શાહ બગીચામાં ખુરશી પર બેઠેલી તેમની પૌત્રીઓ સાથેની તસવીર પોસ્ટ કરી છે. ગૃહમંત્રીની આ તસવીર લોકોને ખૂબ જ પસંદ આવી રહી છે. કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સે તેમને ચાણક્ય કહ્યા જ્યારે અન્ય લોકોએ તેમને ગેમ ચેન્જર કહ્યા.
અમિત શાહ અને તેમના પત્નિ સોનલ શાહના પુત્ર જય શાહ છે. જય શાહે પોતાના બાળપણની દોસ્ત રિશિતા પટેલ સાથે લગ્ન કર્યાં હતા અને તેમને બે દિકરીઓ છે. મોટી દિકરીનું નામ રુદ્રી છે. તે અમિત શાહ સાથે ઘણીવાર જાહેર મંચ પર જોવા મળી છે. અમિત શાહે આજે બંને પૌત્રીઓ સાથે શતરંજ રમતી વખતની તસવીર શેર કરી છે.
અમિત શાહ માત્ર ક્રિકેટના શોખીન છે તેવું નથી. તેઓ ચેસની રમતમાં પણ માહેર છે. અમિત શાહ વર્ષ 2006માં ગુજરાત ચેસ એસોસિયેશનના પ્રમુખ બન્યા અને 2010 સુધી આ પદ પર રહ્યા હતા. તેમના આ કાર્યકાળ દરમિયાન તેઓએ રાજ્યમાં ચેસની રમતને પ્રોત્સાહન આપ્યું હતું અને બાળકોના અભ્યાસમાં ચેસની રમતને ફરજિયાત વિષય તરીકે બનાવ્યો હતો.