અમદાવાદ : ગુજરાતમાં દારૂબંધીને લઈને કડક પગલાં ભરવા માટે પોલીસ એક્શન મોડમાં હોય તો એવું લાગી રહ્યું છે જ્યારે અગામી દિવસોમાં 31મી ડિસેમ્બર અને નાતાલ જેવા તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે યુવા ધન નશાના કારણે બરબાદ ના થાય અમદાવાદના સરદારનગર વિસ્તારમાંથી નશીલી તાડી બનાવવા માટેના કેમિકલના પ્રવાહીના જથ્થા સાથે આ મહિલાની ધરપકડ કરી છે.
મળતી માહિતી મુજબ, અમદાવાદ પોલીસ કમિશનર જી એસ મલિકની ટીમ એટલે કે PCBની ટીમ દ્વારા સરદારનગર વિસ્તારમાં પોલીસ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન ખાનગી બાતમી મળી હતી. આ બાતમીને આધારે સરદારનગર રેલ્વે ફાટક પાસે નવખોલી છારાનગર ખાતે દરોડો પાડી દાણાદાર કેમીકલ મંગાવી તેમાંથી બનાવેલી તાડીનુ વેચાણ કરતી આરોપી મહિલા અર્ચના તમંચેને 10.996 કિલો દાણાદાર કેમીકલ પદાર્થ મળી કુલ 17 હજારના મુદામાલ સાથે ઝડપી લીધી હતી.અને સરદારનગર પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે આ અગાઉ PCBની ટીમ દ્વારા બાવળા બગોદરા હાઇવે ઉપરથી જે એક એસિડના ટેન્કરમાં વિદેશી દારૂનો મોટો જથ્થો પણ PCBની ટીમે ઝડપી અને બાવળા પોલીસને હવાલે કર્યું હતું.