અમદાવાદ : 25 ડિસેમ્બર નાતાલની ઉજવણીને લઈ લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે હાલ અમદાવાદમાં અમુક જગ્યાએ તો નાતાલની ઉજવણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેને લઈ અમદાવાદ પોલીસ કમિશ્નર જી.એસ.મલિક દ્વારા જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં નાતાલ અને નવા વર્ષની ઉજવણીને લઇને રાત્રીના 12:00 થી 12:30 વાગ્યા સુધી ફટાકડા ફોડવાની છૂટ આપી છે. જો કે પ્રતિબંધિત ફટાકડા ફોડવાની મનાઇ છે. શહેરીજનો બંને દિવસ ધામધૂમથી ઉજવણી કરી શકે તે માટે આ રાહત આપવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો મુજબ અમદાવાદ પોલીસ કમિશ્નર જી.એસ.મલિક દ્વારા જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં નાતાલ અને નવા વર્ષની ઉજવણીને લઇને રાત્રીના 12:00 થી 12:30 વાગ્યા સુધી ફટાકડા ફોડવાની છૂટ આપી છે. જો કે પ્રતિબંધિત ફટાકડા ફોડવાની મનાઇ છે. શહેરીજનો બંને દિવસ ધામધૂમથી ઉજવણી કરી શકે તે માટે આ રાહત આપવામાં આવી છે.
જાહેરનામામાં સ્પષ્ટ કર્યું છે કે, સિરીઝમાં જોડાયેલા, વધુ પ્રદૂષણ કે અવાજ કરતા ફટાકડા ફોડી શકાશે નહીં. આ ઉપરાંત વિદેશી ફટાકડા પર પણ પ્રતિબંધ લાદ્યો છે. આ સિવાય હોસ્પિટલ, નર્સિંગ હોમ, આરોગ્ય કેન્દ્ર, શૈક્ષણિક સંસ્થા, ન્યાયાલય, ધાર્મિક સ્થળથી 100 મીટરની ત્રિજ્યાનો વિસ્તાર સાઈલન્ટ જોન હોવાને કારણે ત્યાં પણ ફટાકડા ફોડી શકાશે નહીં.
આ હુકમ અન્વયે અમદાવાદ શહેર પોલીસ કમિશનરરેટ વિસ્તારમાં ફરજ બજાવતા અનાર્મ હેડ કોન્સ્ટેબલ અને તેનાથી ઉપરના દરજ્જાના કોઈપણ અધિકારિશ્રીઓને આ જાહેરનામાંનો ભંગ કરનાર ઇસમો સામે આઇ.પી.સી. કલમ-188 અને અન્ય કાનુની જોગવાઈઓ સહિત જી.પી. એક્ટની કલમ-131 મુજબ ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.