અમદાવાદ : નવા વર્ષની ઉજવણીને પગલે સીજી રોડ, એસજી હાઈવે, સિંધુ ભવન રોડ પર મોટી સંખ્યામાં લોકો ભેગા થતા હોય છે. ટ્રાફિક જામની સમસ્યા ન થાય તે માટે પોલીસે જાહેરનામું બહાર પાડ્યું છે.
અમદાવાદ શહેર પોલીસ જાહેરનામા મુજબ સ્ટેડિયમથી પંચવટી સુધીનો રોડ વાહનો માટે 31મીએ સાંજે 6 વાગ્યાથી બંધ રહેશે. સવારે 8થી 11 સુધી ભારે તથા મધ્યમ માલવાહક તથા સવારે 8 થી 10 સુધી પેસેન્જર વાહનો પર પ્રતિબંધ મુકાયો છે. એસજી હાઈવે પર રાત્રે 8 વાગ્યાથી 3 વાગ્યા સુધી ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકાયો છે તેમજ વાહન પણ પાર્ક થઈ શકશે નહીં. એસજી હાઈવે પર રાત્રે 8થી 3 વાગ્યા સુધી ભારે વાહનો પ્રતિબંધ મુકાયો છે.
આ ઉપરાંત ભારે વાહનોએ એસપી રિંગ રોડનો ઉપયોગ કરવાનો રહેશે. પકવાનથી સાણંદ ચોકડી સુધીનો હાઈવે અને સર્વિસ રોડ પર સાંજે 7થી રાત્રે 3 સુધી વાહન પાર્કિંગ પ્રતિબંધ રહેશે. સીજી રોડ પર વૈકલ્પિક રૂટ તરીકે સમર્થેશ્વર મહાદેવથી ગુલબાઇ ટેકરા, મીઠાખળી સર્કલથી ગીરીશ કોલ્ડ્રિંક ચાર રસ્તા થઈ સેન્ટ ઝેવિયર્સ તથા નવરંગપુરા બસ સ્ટેન્ડથી સ્વસ્તિક થઇ કોમર્સ છ રસ્તાના બંને બાજુથી સીજી રોડ પર જઈ શકાશે.