30.8 C
Gujarat
Friday, July 4, 2025

અમદાવાદમાં 14 અને 15 જાન્યુઆરીએ મેટ્રો ટ્રેનના સમયમાં ફેરફાર, સમય-ફ્રિક્વન્સીમાં કરાયો ઘટાડો

Share

અમદાવાદ : આગામી ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખી અમદાવાદ મેટ્રો દ્વારા ઉત્તરાયણના દિવસે અને વાસી ઉત્તરાયણના દિવસે એટલે કે, 14 અને 15 જાન્યુઆરીએ મેટ્રો ટ્રેનના સમય-ફ્રિક્વન્સીમાં ઘટાડો કરાયો છે. આપને જણાવી દઈએ કે, 12 મિનિટે મળતી મેટ્રો ટ્રેન આ બે દિવસ માટે 20 મિનિટે મળશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદમાં મેટ્રોના વહીવટી તંત્ર દ્વારા 14 અને 15 જાન્યુઆરીએ મેટ્રો ટ્રેનના સમય-ફ્રિક્વન્સીમાં ઘટાડો કરાયો છે. તહેવારના દિવસે જાહેર રજા હોવાથી મુસાફરો મેટ્રોની મુસાફરી ઓછી કરતા હોય છે જેને લઈ મેટ્રોના વહીવટી તંત્ર દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખી મેટ્રો દ્વારા અત્યારથી જ જાહેરાત કરી દેવાઈ છે જેના કારણે કોઈ મુસાફરને મુશ્કલી ન પડે. સાથો સાથ જણાવીએ કે, વસ્ત્રાલથી થલતેજ અને APMCથી મોટેરા રાત્રે 10 વાગ્યા સુધી ટ્રેન દોડશે.

અત્રે જણાવીએ કે, અમદાવાદના પૂર્વ- પશ્ચિમ અને ઉત્તર-દક્ષિણ બંન્ને કોરિડોર પર સમગ્ર દિવસ દરમિયાન 12 મિનિટના અંત્તરે સવારે 7:00 કલાકથી લઈ 22:00 કલાક સુધી હાલમાં મેટ્રો સેવા કાર્યરત છે. વિવિધ વર્ગોની માંગણીને ધ્યાનમાં રાખીને ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લી.ના સત્તાધિકારીઓ દ્વારા પ્રાયોગિક ધોરણે અત્યારે 6:20 અને 6:40 શરૂ કરેલી છે. જેમાં સવાર 6:20થી 7 વાગ્યા સુધી 20 મિનિટના સમયગાળા દરમિયાન જ્યારે 7થી લઈ 22 વાગ્યા સુધી 12 મિનિટના સમયગાળા દરમિયાન મેટ્રો ચાલે છે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles