અમદાવાદ : સેવા સેતુ કાર્યક્રમ એ પ્રજાજનોના પ્રશ્નોને સ્થળ પર ઉકેલ લાવવાનું અસરકારક માધ્યમ છે. અરજદારોની અરજીઓનો સ્થળ પર હકારાત્મક નિકાલ થાય તે ઉદ્દેશ્ય સાથે AMC દ્વારા શહેરના પશ્ચિમ વિસ્તારના નાગરિકો માટે ચાણક્યપુરી વિસ્તારમાં બળદેવગીરી હોલ ખાતે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
AMC દ્વારા યોજવામાં આવેલા સેવા સેતુ કાર્યક્રમનું ઉદઘાટન મેયર પ્રતિભા જૈન અને ધારાસભ્ય હર્ષદભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં નાગરિકોએ આ સેવા સેતુ કાર્યક્રમનો લાભ લીધો હતો. વધારે પ્રોપર્ટી ટેક્સ, પ્રોફેશનલ ટેક્સ, BHIM APP અને આધાર કાર્ડ માટે નાગરિકોએ અરજી કરી હતી અને તમામ અરજીઓનો ત્યાં જ નિકાલ કરવામાં આવ્યો હતો. ડેપ્યુટી મેયર જતીન પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી, શાસક પક્ષના નેતા ગૌરાંગ પ્રજાપતિ સહિતના ઘાટલોડીયા, ચાંદલોડિયા, નવરંગપુરા, સરદાર પટેલ સ્ટેડિયમ, નવાવાડજ, રાણીપ, વાસણા, સરખેજ, પાલડી, નવરંગપુરા વોર્ડના કોર્પોરેટરો વગેરે હાજર રહ્યા હતા.
આ સેવા સેતુ કાર્યક્રમ (નવમો તબક્કો)માં મોટી સંખ્યામાં નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ હતો. સેવા સેતુ કાર્યક્રમમાં કુલ 9925 લાભાર્થીઓની અરજીનો નિકાલ કરવામાં આવ્યો હતો. નાગરીકોને સેવા સેતુ કાર્યક્રમમાં હાલાકી ન થાય તેમજ તેઓની અરજીઓનો સ્થળ પર જ સકારાત્મક નિકાલ થાય તે હેતુથી પૂછપરછ, હેલ્પ ડેસ્કની વ્યવસ્થા તેમજ વિનામુલ્યે ફોટોગ્રાફી/ઝેરોક્ષ અને નોટરીની સુવિધા પૂરી પાડવામાં આવી હતી.