27.6 C
Gujarat
Wednesday, October 23, 2024

AMC ના વિભાગો નાગરિકોને દંડ-વહીવટી ચાર્જની ઓનલાઈન પહોંચ આપશે

Share

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, એસ્ટેટ સહિત વિવિધ વિભાગો દ્વારા નિયમોના ભંગ બદલ વેપારીઓ, બિલ્ડરો અને નાગરિકો પાસેથી વહીવટી ચાર્જ, પેનલ્ટી વસુલ કરવામાં આવતી હોય છે. જેની ફિઝિકલ પહોંચ નાગરિકને આપવામાં આવતી હોય છે. હવે આવા નિયમોના ભંગ બદલ વસૂલ કરવામાં આવતા વહીવટી ચાર્જની ઓનલાઈન પહોંચ આપવા અંગેનો નિર્ણય કરવામાં આવ્યો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ મ્યુનિસિપલ કમિશનર દ્વારા હવે તમામ વિભાગોના વડાને જાણ કરવામાં આવી છે કે, જે પણ વિભાગ દ્વારા જીપીએમસી એક્ટના ભંગ બદલ વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવે છે. તેઓએ ઓનલાઈન 311 એપ્લિકેશન પર M CHALLANમાં ઓનલાઈન UPI, રોકડ અને ચેક વગેરે મારફતે લેવાની રહેશે.અને તેની પહોંચ પણ ઓનલાઇન આપવાનો મહત્ત્વનો નિર્ણય કમિશનરે કર્યો છે.

તમને જણાવી દઈએ કે અમુક જગ્યાએ ડરાવી-ધમકાવીને વધુ દંડ ફટકારવાની ચીમકી આપીને તોડ કરવાની ફરિયાદો વધવા પામી છે. તેને ધ્યાને લઇ કમિશનરે વહીવટી ચાર્જ અને દંડ વગેરે ઓનલાઇન જ વસૂલ કરવા તેમજ તેની પહોંચ પણ ઓનલાઇન આપવા માટે મ્યુનિ.કર્મચારીઓ અને અધિકારીઓ માટેની 311 એપ્લિકેશનમાં M CHALLAN નામનાં મોડ્યુલનો સમાવેશ કરાવ્યો છે.

દંડ અને વહીવટી ચાર્જ વસૂલ કરતાં કર્મચારી-અધિકારીએ જો ઈન્ટરનેટ કનેક્શન ન હોય અથવા ટેકનિકલ કે નેટવર્ક પ્રોબ્લેમ હોય તેવા સંજોગોમાં સક્ષમ સત્તાની મંજૂરી મેળવીને ફિઝિકલ ચલણ બનાવવાનું રહેશે અને વસૂલ કરાયેલી પેનલ્ટીની રકમ નજીકના સિવિક સેન્ટરમાં જમા કરાવવાની રહેશે.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

28,193FansLike
766FollowersFollow
291FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -[uam_ad id="387"]

Latest Articles