અમદાવાદ : શહેરની શાન ગણાતા એવા સાબરમતી રિવરફ્રન્ટ પર લોકો વધુ મનોરંજન અને આરોગ્યને સુધારવા અંગેની સુવિધા મેળવે તેના માટે આગામી 100 દિવસમાં ફ્રી યોગા અને એરોબિક્સ કલાસ સહીત અનેક અલગ અલગ એક્ટિવિટીનો પ્રારંભ થવા જઈ રહ્યો છે.
પ્રાપ્ત રિપોર્ટ મુજબ સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટના ચેરમેન કેશવ વર્માએ જણાવ્યું હતું કે, સાબરમતી રિવરફ્રન્ટ પર નવા આકર્ષણો ઉભા કરવાનું આયોજન સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ લિમિટેડ દ્વારા કરવામાં આવનાર છે.આગામી દિવસોમાં વોક-વે ઓપન જિમ બનશે. શહેરીજનોના આરોગ્યને ધ્યાનમાં રાખી અને ઇમ્યુનિતી વધારવા અલગ અલગ જગ્યાએ પાર્ક અને વોક-વે પાસે ઓપન જિમ શરૂ કરાશે, બાળકો માટે મનોરંજન એક્ટિવિટી અને રમતગમત માટેની પ્રવૃત્તિઓ શરૂ કરાશે. લોકો જે ચાલવા માટે વધુ આવે તેના માટે આ પેડિસ્ટ્રીયન બ્રિજ બનાવવામાં આવ્યો છે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ફૂટ ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે તેને આગામી મે મહિનાના અંત સુધીમાં શરૂ કરવામાં આવશે. રિવરફ્રન્ટ સ્પોર્ટ્સ જે પૂર્વ અને પશ્ચિમ તરફ બનાવવામાં આવ્યા છે તેને પણ અમે ઝડપથી ચાલુ કરવાના છીએ.